________________
૪૬: રૂમાલ ઉપાડ સંખ્યા: સરખી સંખ્યાની બે ટુકડી. સાધન: એક ખિસ્સારૂમાલ.
મેદાન: પચીસથી પચાસ પગલાં દૂર સામસામે બે આડી રેખા દોરવી અને મધ્યમાં એક નાનું વર્તુળ દોરવું.
તૈયારી: બંને ટુકડીને સામસામે રેખા પર ઊભી રાખવી. વચ્ચેના વર્તુળમાં રૂમાલ મૂકો. બંને ટુકડીને ગિનતી બોલાવીને નંબર નક્કી કરી લેવા.
રમત: રમાડનાર વચ્ચે ઊભું રહે અને કહે: નંબર ‘એક’ એટલે બંને ટુકડીના એક, એક નંબર રૂમાલ પાસે આવે. બેમાંથી એક નજર ચૂકવીને રૂમાલ લઈ પોતાની ટુકડીમાં જતા રહેવું. પકડાયા વિના જે રીતે એ રૂમાલ લઈ જાય તેની જીત થઈ ગણાય. એ રીતે એક પછી એક દરેકને વારો આવે. અંતે જે ટુકડી વધુ નંબર જીતીને આવે, તે ટુકડીની જીત થઈ ગણાય.
૪૭ : લે લાડ સંખ્યા: દસથી બાર બાળકો. સાધન: કપડાંને ગૂંથેલ એક દડો અથવા ટેનિસને દડો.
તૈયારી: સીધી લીટી ઉપર એક કતારમાં એક સિવાય બધાં બાળકોને ઊભાં રાખવાં. સૌએ બંને હાથને બેબો કરી સામે ધરી રાખવે. દાવ દેનાર બાળકને દડો આપવો ને તે સૌની સામે ઊભું રહે.
રમત: સંજ્ઞા મળતાં દાવ દેનારે કોઈ પણ એક બાળકના ખોળામાં દડો મૂકો. દડો મૂકીને સૌની સામે જ દૂર ભાગવું. જેના હાથમાં દડો આવે તેણે દડાને એક હાથમાં પકડી ભાગતા બાળકને આંટવો. જો તે આંટી જાય તો એના એ જ બાળકને માથે દાવ રહે. ચૂકી જાય તે ચૂકવનાર બાળકને માથે દાવ આવે.
[ પર ]