________________
૪૩ : મિત્ર–દુશ્મન
સંખ્યા: બે જણ.
સાધન : આંખે બાંધવાના બે પાટા. બે ટુવાલના કોરડા, અથવા દૈનિક છાપાનાં ગાળ વાળેલ લાંબાં ગેંડલ.
તૈયારી : બંનેએ શેકહેન્ડ કરીને ઊભા રહેવું. બંનેની આંખે પાટા બાંધવા અને બીજા ખાલી હાથમાં એક એક કોરડા આપવા.
રમત : સંશા મળતાં કોઈ એક જણે સામાવાળાને કહેવું: કેમ દોસ્ત, કયાં છે? સામાવાળાએ નીચે, ઊંચે કે બાજુમાં નમીને કહેવું: અહીં છું. એ પછી પૂછનારે કોરડાથી ઘા મારવો. એ વખતે બીજાએ જે સ્થિતિમાં હોય તેમ જ રહેવું. જો ખભાથી ઊંચેના ભાગમાં કોરડો વાગે તો મારનારને એક માર્ક (ગુણ) મળે. પછી સામાવાળાએ ઘા કરવો. એમ વારાફરતી એક એક ઘા મારવા બેમાંથી એકના બે કે ત્રણ અથવા નક્કી કરેલ ઘા પૂરા થાય એટલે રમત પૂરી થાય. એ રીતે બબ્બે જણને રમાડી શકાય. નોંધ : કોરડો પોચા રાખવા. ઘા જોરથી મારવા નહિ. રમત દરમિયાન એક એક હાથના આંકડા પકડી જ રાખવા.
વિશેષ : શ્રાવણે દ્રિય સતેજ થાય છે. અંધારામાં ધાર્યો,ઘા કરવાની
ટેવ પડે છે.
૪૪: મધ્ય દોડ
સંખ્યા: પંદરથી વીસ બાળકો. સાધન: નાના કે મોટો એક દડો.
તૈયારી : રમનાર બધાને મધ્યબિંદુ તરફ મોં રાખીને વર્તુળ પર ઊભા રાખવા. વર્તુળની મધ્યમાં એક જણ ઊભી શકે એવડું નાનું વર્તુળ કરવું. એકથી ગિનતી કરાવવી. એક નંબરના બાળકના હાથમાં દડો આપવા. રમત: સંજ્ઞા મળે એટલે બે નંબરના બાળકે દોડીને વચ્ચેના નાના વર્તુળમાં ઊભા રહી જવું અને તેણે પોતાનું મોઢું એક નંબરના બાળક
[ ૫૦ ]