________________
પણ એક મેજ ઉપર બેસી જવું. એક મેજ ઉપર બેસવા બે જણાએ મહેનત ન કરવી. બધા બેસી જશે ને એક જણ બાકી રહેશે. બાકી રહી જાય તેને રમતમાંથી બાદ કરો.
વળી પાછી પ્રથમની માફક ખંજરી વાગે ને પાછા જઈને સી વર્તુળ ઉપર ગોળ ગોળ દોડે. આ વખતે એક મેજ ઓછું કરવું. થોડી વારે ખંજરી બંધ કરવી. સૌ દોડીને મેજ પર જઈ બેસે, એક જણ બાકી રહે તેને પણ રમતમાંથી બાદ કરવો. પાછું એક મેજ ઓછું કરવું. આ રીતે છેલ્લે બે રમનાર અને એક મેજ રહેશે. તેમાં જે મેજ પર બેસી જાય તેની જીત થઈ ગણાય.
પ્રકાર: આ રમતને બીજી રીતે રમાડી શકાય. સરખી સંખ્યાની બે ટુકડી પાડવી. એક ટુકડી દાવ આપે. દાવ આપનાર ટુકડીએ મેજને બદલે હદરેખા ઉપર ગોઠણ વાળીને ઘડાની જેમ બેસવું અને બીજી ટુકડી રમે. રમનાર વર્તુળ ઉપર ખંજરી વાગે એટલે દોડવું.
પ્રથમ સરખી સંખ્યા હશે એટલે કોઈ વધશે નહિ. પછીથી એક એક ઘડો (બાળક) ઓછો કરતા જવો અને રમનારને પણ (જે રહી જાય તેને) એક એક ઓછો કરવો.
આ રીતે એક વાર રમત પૂરી થયા પછી દાવ આપનાર (ઘોડા થયેલા) રમવા જાય અને રમનાર દાવ આપવા ઘોડા થઈને બેસે તે પ્રથમની માફક રમત શરૂ થાય. બધાને દાવ આવી જાય ત્યાં સુધી રમત ચાલુ રહે.
પર : સાપસીડી સંખ્યા: બેથી ચાર
સાધન: આ રમતને નકશો પૂંઠા પર છાપેલ તૈયાર મળે છે. એક છ આંકડાનો પાસો. દરેકને એક એક કૂકરી.
તૈયારી: રમતને નકશો જમીન પર મૂકી તેની ફરતા રમનારે બેસવું. પોતપોતાની કૂકરી પાસે રાખવી. કોઈ પણ એક જણે હાથમાં
[ ૫૬ ]