________________
૪૮ : વિચિત્ર &
સંખ્યા: દસથી વીસ.
સાધન: કાંઈ નહિ.
તૈયારી : એક હારમાં થોડે થોડે અંતરે એવી રીતે બેસાડવા કે અડધી કમાન જેમ આકાશ તરફ રહે, પગ અને હાથ જમીન પર રહે, પગ આગળ રહે ને માથું પાછળ. પગ તરફ દુર ૧૫–૨૦ કદમ આડી લીટી દોરવી.
પછૂટ
રમત: સીટી વાગે એટલે ચાર પગે એમ જ ચત્તા રહીને આગળ આગળ ચાલવું. બધાં બાળકોએ હદરેખા સુધી આવી જવું.
નોંધ: આ રમત વાંદરા જેમ ચાર પગે, દેડકા જેમ કૂદતા, એક પગે લંગડી કરતા, જોડિયા પગે કૂદતા, પાછા પગે ચાલતા, એમ જુદી જુદી ચાલ રાખીને પણ રમાડી શકાય.
વિશેષ: જુદી જુદી ચાલ ચાલતાં બાળકને મજા પડે છે. જોનારાને તુ તો ખૂબ આનંદ આવે જ છે.
મર્
૪૯: સાપની કાંચળી
સંખ્યા : આઠથી દસ જણની બે ટુકડીઓ.
સાધન; કાંઈ નહિ.
તૈયારી : સીધી લીટી પર બંને ટુકડીને ચારથી પાંચ ફ્રૂટને અંતરે
[ ૫૩ ]