________________
માફક રાખવા. બંનેએ માં એક દિશામાં રાખવાં. બેઠેલ બાળકોને મૂળા ગણવા. ઊભેલ બાળકો વાડીવાળા ગણાય.
રમત: ઊભેલ બંને બાળકોએ આગળ પાછળ ચાલતા હાથને અદ્ધર નીચે કરતાં મોંએથી કૂચૂ ડૂ ભખ અવાજ કરો. જાણે પોતે કેસ વતી મૂળાને પાણી પાય છે એવી નકલ કરવી. આ રીતે બે ચાર વાર પાણી પાઈને મૂળા તપાસવા: પાકયા છે કે નહિ? હજી વાર છે, હજી તો. પાંદડાં ફર્યાં છે. હજી કાચા છે. તે છેવટે મૂળા તૈયાર થઈ ગયા છે એમ નક્કી કરવું. વચ્ચે વચ્ચે પાણી પાવું. પાણી પાતી વખતે મૂળાએ આમથી તેમ બાજુમાં હાલવું.
મૂળા પાકી જાય એટલે ઊભેલ બંને બાળકોએ પ્રથમ બાળકનાં બાવડાં પકડીને હારમાંથી છૂટો પાડવો. બીજા બાળકોએ તેને બરાબર પકડી રાખવો. છૂટો પડી જતાં એ મૂળાને સામે તૈયાર કરેલ ધૂળની ઢગલી પાસે બેસાડી દેવો. આ રીતે દરેક મૂળાને ખેંચીખેંચીને ધૂળની અલગ અલગ ઢગલી પાસે બેસાડી દેવા. છેલ્લે ધૂળની ઢગલીઓ વખોડવાનું કહેવું. જેની ઢગલીમાંથી ઠીકરી નીકળે તેને માથે અડવાને દાવ શરૂ થાય.
નોંધ: વાડીવાળાએ પ્રથમ ધૂળની ઢગલીઓ તૈયાર કરી રાખવી. તેમાં કોઈ એક ઢગલીમાં ઠીકરી સંતાડી રાખવી.
જેની ઢગલીમાંથી દીકરી નીકળે તેને “ઢેઢ ઢેઢ” કરીને ખીજવે છે ને ઢેઢ બીજાને પકડવા જાય છે. એક જણને પકડી પાડે. પછી વળી પાછા બીજા બે જણ વાડીવાળા બને અને બીજા બેસીને મૂળા બને. ફરીથી પ્રથમની માફક રમત શરૂ કરવી.
વિશેષ: મૂળા વિશે અને વાડી વિષે જાણકારી મેળવે છે; એ ઉપરાંત રાજોરી કરવાથી શરીર કસાય છે.
[ ૪૯ ]