________________
પહેલા નંબરે દોડીને રૂમાલની ગાંઠ છોડીને ઘોડીને વર્તુળમાં જ પાડી દેવી અને રૂમાલ લઈને પાછા પોતાની ટુકડીમાં આવી બીજા નંબરને રૂમાલ આપવો. અને પોતે ટુકડીમાંથી નીકળી જઈ બાજુમાં ઊભા રહી જવું.
-
-
-
-
-
-
પ્રસ્થાથરેખા
'ૐદરેખા બીજા નંબરના હાથમાં રૂમાલ આવે પછી જ પ્રસ્થાનખાને વટાવી શકાય. તે પહેલાં વટાવે તો ભૂલ ગણાય. બીજા નંબરે ભૂલ કર્યા વગર દોડીને ત્રણે લાકડીને ભેગી કરી રૂમાલ વડે બાંધીને પ્રથમથી માફક વર્તુળમાં જ ઘોડી ઊભી કરી દેવી અને પછી દોડીને પોતાની ટુકડીના ત્રીજા નંબરને તાળી દેવી અને પોતે બાજુમાં નીકળી જવું. ત્રીજા નંબરે જઈને ઘોડી છોડી નાખવી અને રૂમાલ ચોથાને આપવો. ચોથાએ ઘોડી બાંધવી ને ઊભી કરવી. આ પ્રમાણે છેલ્લા નંબર સુધી બાંધછોડ કરવી. ઓછી ભૂલો થઈ હોય અને જે ટુકડીને છેલ્લો નંબર પ્રથમ આવ્યો હોય તે ટુકડીની જીત થઈ ગણાય.
નોંધ: સૌની જાણ માટે દરેક ટુકડીના છેલ્લા નંબરને ખાસ નિશાની માટે માથે ટોપી રાખવી અથવા કમ્મરે કે ગમે ત્યાં કોઈ રંગીન પટ્ટી બાંધવી. હરેખાનું અંતર ૫૦ થી ૧૦૦ ફૂટ રાખવું.
[ ૪૫ ]