________________
૩૮ : ભાઈ, ભાઈ, ક્યાં છો? સંખ્યા: વીસથી પચીસ. સાધન: આંખે બાંધવાના બે પાટા. તૈયારી: સંખ્યાનાં પ્રમાણમાં ગોળ વર્તુળ દોરવું.
બે જણ સિવાય સૌને વર્તુળાકારે આંકડા ભીડીને ઊભા રાખવા. વચ્ચે બે જણમાંથી એક જણને દાવ લેનાર ને બીજાને દાવ દેનાર કરાવવો. બંનેને આંખે પાટા બાંધી દૂર દૂર ઊભા રાખવા.
રમત: સંશા મળતાં દાવ દેનાર બોલે: “ભાઈ, ભાઈ, કયાં છો?” દાવ લેનાર બોલે: “અહીં છું” એમ અવારનવાર સવાલ–જવાબ થયા કરે. દાવ દેનારે સામાવાળાને અવાજ પરથી પકડી પાડવાનું છે. જ્યારે પકડાઈ જાય ત્યારે બીજા બે જણને રમવા બોલાવવા. આમ, બબે જણનો વારો રમવામાં આવે. બહાર ઊભેલાઓએ વચ્ચેના બંને આંધળાઓને વર્તુળની બહાર જવા દેવા નહિ. આંકડા ભીડીને ઊભા રહેવું.
નોંધ: બહેને રમતી હોય ત્યારે “બહેન, બહેન, કયાં છો?” એમ બોલવું. આ રમતમાં દાવ દેનારે અને લેનારે ખૂબ દોડાદોડ કરવી, જેથી બહુ મજા પડે છે.
- ૩૯ : માથે કળશદેડ સંખ્યા: આઠથી બાર છોકરીઓ. સાધન: છોકરીઓ દીઠ કળશો અને ઇંઢોણી. લોટામાં પાણી ભરવું.
તૈયારી: પ્રસ્થાનરેખા ઉપર ત્રણ ત્રણ ફૂટને અંતરે એકી સાથે ચાર છોકરીઓને માથે પાણીથી ભરેલ કળશ રાખીને ઊભી રાખવી.
રમત: સંજ્ઞા મળતાં દરેકે સામે હદરેખા સુધી પહોંચવું. કોણ કેટલા સમયમાં પહોંચે છે તે જોવું ને નોંધવું. એ પછી બીજી ચારની ટુકડીને વારો લે. બધાંને દોડાવ્યા પછી જોવું કે ઓછામાં ઓછા સમયમાં કોણ આવ્યું છે.
[૪૬]