________________
રેખાએ પહોંચી જાય ત્યાં સુધી રમત રમાડવી. આગળ ખસતી વખતે ડાબી-જમણી બાજુ હાલતા જવું.
નેધ: આ રમત લીસી લાદીના ઓરડામાં કે કાંઈ પાથરીને પછી રમાડવી. મેદાન પર રમાડવી હોય તો નીચે ઘાસ જોઈએ. ધૂળમાં કે ગમે તેવી જમીનમાં આ રમત રમાડવી નહિ.
૩૬: બે ત્રણ પાંચ સંખ્યા: ત્રણ જણ.
સાધન: ગંજીફાના અઠ્ઠાથી એક્કા સુધીનાં બધાં પાનાં અને કોઈ પણ બે સત્તા. કુલ ૩૦ પાનાં.
રમત: એક જણે પીસીને પાનાં વહેંચવાં. પ્રથમ પાંચ પાંચ, પછી, બીજી વાર પાંચ પાંચ પાનાં આપવાં. જે કાપે તેણે હુકમ પાડવે. હુકમ પાડનારે પાંચ હાથ કરવા. એની પછીનાએ ત્રણ હાથ કરવા અને પીસનારે બે હાથ કરવાના.
નોંધ: જેના જેટલા હાથ ઓછા થાય તે તેની પાસે એટલાં પાનાં માગે. ફરી વાર રમત શરૂ થતાં માગનારે પાનાં માગી લેવાં. માગીને બીજાં હલકાં પાનાં પાછાં આપવાં. દરેક જણની વારાફરતી ટીપ આપવી.
૩૭ : બાંધછોડ સંખ્યા: સરખી સંખ્યાની બે ટુકડી.
તૈયારી: દરેક ટુકડીને પ્રસ્થાનરેખા ઉપર છૂટી છૂટી ઊભી રાખવી. દરેક ટુકડીની સામે હદરેખા પાસે દૂર એક એક નાનું વર્તુળ દોરવું અને તે વર્તુળમાં ત્રણ નાની પરોણી(લાકડી)ને રૂમાલની એક ગાંઠ વાળીને ત્રણ પગવાળી ઘોડીની માફક ઊભી રાખવી. રમત: રમાડનાર તરફથી સંશા મળે એટલે દરેક ટુકડીના પહેલા.
[૪૪]