________________
રમત: દરેકે બબ્બે બીત્તુ કાઢી `તે લગાવવા. જો પોતાના બંને બીત્તુ ચત્તા પડે અને સામાવાળાના બઠ્ઠા પડે તો પોતાનો દાવ લાગ્યો ગણાય. જો સામેવાળાના બંને બઠ્ઠા અને આપણા એક બઠ્ઠો તેમ જ એક ચત્તો પડે તોપણ દાવ લાગ્યો ગણાય. જેને બંને ચત્તા પડયા હોય તેને બેય લાગ્યા કહેવાય. બીનુ લગાવવા પહેલાં સામાવાળાએ દાવ ઉપર અમુક (તેને ગમે તેટલી) કોડીઓ માંડવી. એ માંડેલ કોડીઓને આગળ અલગ મૂકવી. લગાવનારના દાવ લાગે તો તેણે સામાવાળાએ માંડેલ કોડીઓ લઈ લેવી. ને જો સામાવાળાના દાવ લાગે તો તેણે એટલી ગણીને કોડીઓ આપવી.
જ્યાં સુધી આપણા દાવ લાગે ત્યાં સુધી લગાવી શકાય. સામાવાળાનો દાવ લાગતાં તેણે બીનુ લગાવવા.
નોંધ: આ રમતમાં કોડીઓની લેવડદેવડ કરવાની હોય છે. શાળા તરફથી રમત રમાડતાં બધી કોડીઓ શાળાની જ રાખવી, જેથી હારજીતમાં મુશ્કેલી પડશે નહિ. અથવા કોડીઓની લેવડદેવડ પછી જેની જેટલી, હાય તેની તેટલી આપી દેવી. વાંધા ન હાય તો જે જીતે તેની કોડી એમ પણ નક્કી કરી શકાય.
૩૪: એ કાઢી
સંખ્યા: બે થી ચાર.
સાધન: બે કોડી. દરેક પાસે કાગળ—પેન્સિલ.
તૈયારી : ચિત્રમાં બતાવ્યા પ્રમાણે લાદી કે ટેબલ પર આકૃતિ દેારવી. રમત : એક જણ પાસેથી દાવ લેવા શરૂ કરવા. એક હાથમાં બંને કોડી ખખડાવીને અંદરના વર્તુળમાં કોડીઓ નાખવી. ત્યાંથી દડીને જે ખાનામાં કોડી પડે એટલા અંક (માર્ક) પોતાના કાગળમાં પોતાનું નામ લખીને નોંધવા. બીજાએ પણ એ પ્રમાણે કરવું. જો બંને કોડી એક જ ખાનામાં પડે તે એટલા બમણા અંક ગણવા. જો કોડી જુદાં જુદાં બે
[ ૪૨ ]