________________
પ્રસ્થાનરેખા પરથી માટલી ફોડવા માટે રવાના કરી દે. રમનારે લાઠી અદ્ધર ઊંચી કરી રાખવી અને માટલી પાસે જઈને લાઠી વતી એક ઘાએ જ માટલી ફોડી નાખવાની હોય છે. ઘા ખાલી જાય તો તેની વારી જાય. માટલી ફડે તે સારું ગણાય. ઘા મારતાં પહેલાં હદરખાને વટાવી જાય તો પણ તેની વારી જાય. પછી બીજાને વારો આપ. માટલી ફટે ત્યારે બીજી બાંધવી.
પ્રકાર: માટલીને અદ્ધર લટકાવવાને બદલે નીચે જમીન પર હદરેખા ઉપર ઊંધી મૂકીને પણ રમત રમાડી શકાય છે.
નોંધ: આ રમત રમાતી હોય ત્યારે જોનારાને કાંઈ પણ બોલવું કે સુચન આપવું નહિ. સૌએ મંગા જ રહેવું. આખે પાટો બરાબર બાંધવો, જેથી કાંઈ દેખાય નહિ. પાટો કાળા રંગને અને જાડા કાપડનો રાખવો.
રમનારે માટેલી કેટલી દૂર છે તે જાણવા પોતાનાં પગલાં રમવા પહેલાં ગણીને માપવાં હોય તે માપી શકાશે. રમતની શરૂમાં રમનારને આંખે પાટા બાંધીને ત્યાં ને ત્યાં બે ત્રણ આંટા ફેરવીને પછી માટલીની સામે ઊભા રાખીને પણ રમત શરૂ કરી શકાશે.
' વિશેષ: આ રમતમાં અંદાજ અને નિશાન મારવું એ બંને વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. અંધારામાં પણ નિશાન આંટી શકાય તેની તાલીમ મળે છે. આ રમતમાં રમનારનો ઘા ખાલી જાય છે, ત્યારે જોનાર અને રમનાર બંને ખૂબ હસી પડે છે. માટલી ફાટે છે ત્યારે સૌ તાળીઓ વગાડી કૂદી ઊઠે છે.
૩૩ : બીજુબાજુ સંખ્યા: બેથી ચાર બાળકો. સાધન: કેડીઓ.
તૈયારી: દરેકે એક એક દાણિયો (બી) કાઢવો. બીજુ ભેળા કરી લગાવવા. પૈત, દોત નક્કી કરવા. પોતાની કોડીઓ પોતાની સામે ઢગલો કરીને રાખવી.
[ 8 ]