________________
૨૦ : ટચાકાઉપાડ સંખ્યા: ચાર ચાર કે સમ સંખ્યાની બે ટુકડીઓ.
સાધન: જેટલા રમનાર એટલા ટચાકા. ટચાકા એટલે લાકડાના ડમ્બેલ્સ, અથવા બીજી કોઈ વસ્તુઓ પણ રાખી શકાય.
તૈયારી: પ્રસ્થાનરેખા ઉપર બંને ટુકડીને અલગ અલગ ઊભી રાખવી. બંને ટુકડીના ભેરુએ એક એક પાછળ ઊભા રહેવું. છેલ્લા નંબરને હાથે કે ગળે રૂમાલ બાંધવો. બંને ટકડીની સામે ૨૦ કે ૩૦ કદમ દૂર બલ્બ વર્તુળ કરવાં. એક વર્તુળમાં ટચાકા રાખવા.
મેદાન:
Tele!
IકK
-------------
પ્રસ્થાકારેબા
રમત: સંજ્ઞા મળતાં બંને ટુકડીના પહેલા નંબર સામે પોતાના વર્તુળમાંથી એક ટચાકું લઈ પડખેના ખાલી વર્તુળમાં મૂકવું અને તરત પોતાની ટુકડીમાં આવી બીજા નંબરને તાળી દઈને બાજુમાં નીકળી જવું. 'બીજા નંબરે પણ પહેલાંની જેમ જ કરવું. આ રીતે છેલ્લા નંબરે પણ કરવું ને જે ટુકડીને છેલ્લો નંબર પ્રસ્થાનખાને પ્રથમ ઓળંગી જાય તે ટુકડીની જીત થઈ ગણાય.
૨૧ : ટાપલી ખો સંખ્યા: દસથી વીસ. તૈયારી: રમનારને એક એક હાથને અંતરે વર્તુળાકારે ઊભા રાખવા.
[ ૩૦ ].