________________
નંબરને ડોલ આપવી. સામે એક જ વર્તુળ અને તેમાં રમનાર દીઠ વસ્તુઓ–લાકડાના દડા કે ટચાકા વગેરે. સંજ્ઞા મળતાં પહેલા નંબરે દોડીને એક દડો ડોલમાં નાખી પાછા ટુકડીમાં આવી બીજા નંબરને ડોલ દેવી. બીજાએ પણ એમ જ કરવું. એમ છેલ્લાએ દડો નાખી ડોલ લઈ પ્રસ્થાનરેખાને ઓળંગી જવું. જે પ્રથમ આવે તેની જીત થઈ ગણાય.
૨૪: ત્રણ પગી દોડ
સંખ્યા: બબ્બે જણની ચાર ટુકડી. સાધન: પગ બાંધવા માટે મોટા કદના રૂમાલ.
તૈયારી: પ્રસ્થાનરેખા ઉપર બબ્બે જણને છૂટા છૂટા ઊભા રાખવા. બંને જણને બાજુમાં ગળે હાથ દઈ ઊભા રાખવા અને એકનો ડાબો ને બીજાને જમણે પગ કાંડામાંથી રૂમાલથી બાંધી દેવા. આમ કરવાથી બે જણના બે પગ છૂટા અને એક એક બંધાઈ જવાથી એક પગ એટલે પગ ત્રણ બની જશે. ૨૦ થી ૨૫ કદમ દૂર હદરેખા દોરવી.
રમત: સંજ્ઞા મળતાં દરેક જોડીએ હદરખા તરફ દોડવા માંડવું. જે ટુકડી હેદરેખાને વટાવી જાય તેની જીત થઈ ગણાય.
ધ: વચ્ચેથી પડી જતાં ઊભા થઈને પાછા દોડી શકાય. આ રમત રમવા પહેલાં બબ્બે જણને એ રીતે પગ બાંધીને ચાલવા, દેડવાની ટેવ પડાવવી.
વિશેષ: આ રમત રમૂજ ઉપજાવે છે.
૨૫ : દડાકૂદન સંખ્યા: દસથી વધુ.
સાધન: ફટબોલ અથવા કપડાને મોટો વજનદાર દડો તથા ત્રીસ ચાળીસ ફટ લાંબી દોરી. તૈયારી: દેરીને એક છેડે દડાને બાંધવો. એક જણને દાવ દેવા
[ ૩૩ ]