________________
જમીન ઉપર મૂકવા. અદ્ધર ઉછાળે એ જ હાથે ઝીલવે.
નાગર પબ્લો: એક અદ્ધર ઉછાળી નીચેના ચારે લઈ ઉછાળેલો ઝીલવો.
તલ: આવ રે તલ–એક ઉછાળી ચાર નીચે મૂકવા ને ઉછાળેલો ઝીલવે. તલ તાતા: એક ઉછાળી નીચેથી એક લેવો. રીંગણાં રાતાં: એક ઉછાળી નીચેથી ત્રણ લઈ લેવા. બત: આવ રે બત: એક ઉછાળી ચાર નીચે મૂકવા. બતબાઈના: એક ઉછાળી બે નીચેથી લેવા.
ઘણી સગાઈના: એક ઉછાળી બાકીના બીજા બે લેવા. દોંઢ: આવ રે દોઢ: એક ઉછાળી ચાર નીચે મૂકવા.
દોઢ સાંઢ: એક ઉછાળી એક નીચેથી લે. સાંઢ પારી: એક ઉછાળી નીચેથી બે લેવા.
વીર વેપારી: એક ઉછાળી નીચેથી એક લેવો. હલ: આવ રે હલ: એક ઉછાળી નીચે ચાર છટા મુકવા.
હલ હલીશ નહિ: એક ઉછાળી નીચેથી એક લેવો. ગઢ ચડીશ નહિ: બે ઉછાળી નીચેથી એક લેવો. ગઢની રાણી: ત્રણ ઉછાળી નીચેથી એક લેવો.
ભર બેડે પાણી: ચાર ઉછાળી નીચેથી એક લેવો. રાઈ: આવ રે રાઈ: એક ઉછાળી નીચે ચાર મૂકવા.
રાઈ રંગ રાખજે: એક ઉછાળી નીચેથી ત્રણ લેવા. મૂંગી સુધારજો: એક ઉછાળી નીચેથી એક લેવો. (રાઈમાં ઝીલતાં પડી જાય તો આખો દાવ બળી જાય.
તેણે પ્રથમથી ગણવું.) મોટા બત: આવ મારા મોટા બત: એક ઉછાળી ચાર નીચે મૂકવા.
મોટા બત ખેટા બત: એક ઉછાળી નીચેથી બે લેવા.
નાના બત સાચા બત: ત્રણ ઉછાળી નીચેથી બે લેવા. અડો: આવ મારો અડો: એક ઉછાળી ચાર નીચે મૂકવા.
[ ૩૭ ]