________________
બાકીના રમનારા બધા બકરાં બને. તે બાળકોએ ભરવાડની પાછળ એક બીજાની કમ્મર( અથવા પહેરણની ચાળ)ને બે હાથથી પકડીને લંગરની માફક વળગી રહેવું.
રમત : નાર કહે: ‘ભરવાડ, ભરવાડ, તારાં બકરાં ખાઉં.' ભરવાડ કહે : ‘ ખાધાં ખાધાં! આવ તો ખરો.’ આટલું બાલ્યા પછી રમત શરૂ થાય. ભરવાડ બાળકે પાતાના બે હાથ પહેાળા કરીને તારને રોકવા. નાર જે તરફ જાય તે તરફ ફરતા રહેવું.
નારે આમથી તેમ દોડીને છેલ્લા બકરાને અડવા પ્રયત્ન કરવા. પણ તેમ કરતાં ભરવાડ તેને અડી જાય નહિ તેનું ધ્યાન રાખવું. ભરવાડથી અડાયા વિના છેલ્લા બકરાને જો નાર અડી જાય, તે છેલ્લું બાળક રમતમાંથી બાદ થાય. આ રીતે છેલ્લાં છેલ્લાં એક એક કરી બધાં બકરાંને નાર અડકી જાય એટલે રમત પૂરી થાય. બીજી વાર રમત રમાય ત્યારે નાર અને ભરવાડ બીજાને બનાવવા. નાર અડવા માટે દોડાદોડી કરે ત્યારે ભરવાડ અને બકરાને પણ એવી રીતે જોડાઈને આમથી તેમ ચાલવાનું રહે. એમ ચાલતાં કોઈ બકરાં છૂટી જાય ત્યારે નાર કોઈને અડી શકે નિહ. વળી પાછાં બકરાં જોડાઈ જાય ત્યારે રમત શરૂ થાય.
નોંધ: નારબાકડાની રમત જાની છે. ગામડાનાં બાળકો હોંશે હોંશે અજવાળી રાતે રમે છે. શહેરમાં રહેતાં બાળકોને પણ આ રમત રમવામાં બહુ મજા પડશે.
૨૯: પાંચીકા
સંખ્યા: બેથી ચાર છેકરીઓ.
સાધન: પાંચ પાંચીકા.
તૈયારી : રમનારે સામસામા પગ લાંબા—પહોળા કરીને બેસવું. એક જણ પાસેથી દાવ લેવો.
રમત: છાબડી, પાંચે પાંચીકા ઊંધા હાથે લઈ ચત્તા હાથે ઝીલવા. આવ રે છબ્બ: એક પાંચીકા અદ્ધર ઉછાળી ચાર પાંચીકા નીચે
[ 3 ]