________________
રમત: સીટી વાગે એટલે બંને બાળકોએ સામેવાળાની ટોપી લઈ લેવાનો પ્રયત્ન શરૂ કરવો. જેની ટોપી લેવાય તે હાર્યો ગણાય.
નોંધ: ધક્કાબક્કી, પકડાપકડી કે માર–પછાડ કરવી નહિ. માત્ર ટોપી લેતાં રોકવાનું છે. કૂંડાળામાંથી કોઈએ બહાર જવાનું નથી.
વિશેષ: પોતાની ટોપી લેવા દેવી નહિ અને સામેવાળાની ટોપી લઈ લેવી એ ક્રિયા જ ગમ્મત ઉપજાવે છે, ચપળતાના ગુણે વિકસાવે છે.
ખાસ: આ રમત બે ટુકડીઓ પાડીને પણ રમાડી શકાય. એક ટુકડીને લાલ ટેપી, બીજીને ધોળી ટોપી. મોટી હદ નક્કી કરી તેમાં સામસામી બંને ટુકડીઓને છોડી મૂકવી. પાંચ મિનિટ જેટલો સમય રમત ચાલે, પછી જોવું કે કઈ ટુકડીએ વધારે ટોપીઓ લઈ લીધી. ટોપી જેની લેવાઈ જાય તેણે બેસી જવું.
૨૩ : Sલ દડા સંખ્યા: બે બાળકો. સાધન: બે ડોલ (નાની) અને બે દડા.
તૈયારી: છ ફટના વ્યાસનું એક વર્તુળ દોરવું. દરેકે એક હાથમાં લટકતી ડોલ અને બીજા હાથમાં દડો રાખી વર્તુળમાં સામસામે ઊભા રહેવું.
રમત: સંજ્ઞા મળતાં રમત શરૂ થાય. ટોપી ઉતારની માફક આ રમત રમવાની છે. પિતાનો દડો સામેવાળાની ડોલમાં નાખી દેવાને. ડોલમાં સામેવાળાને દડો ના આવે એ ધ્યાન રાખવાનું છે. જે સામેવાળાની ડોલમાં પ્રથમ દડો નાખી દે તેની જીત થઈ ગણાય.
નોંધ: એક સાથે બંનેના દડા ડોલમાં જાય તો ફરી વાર રમત રમાડવી. ડોલ નીચે આગળ લટકતી જ રાખવી. દડો ડોલમાં ના આવે તે માટે આજુબાજુ હલાવી શકાય. બંનેએ નક્કી કરેલી હદમાં જ રહેવું. દડા રબ્બરના કે પચા કપડાના જ વાપરવા
પ્રકાર: ટચાકા ઉપાડની રમત માફક બે ટુકડી પાડવી. પહેલા
[ ૩૨ ]
સ. ૨.