________________
ચિઠ્ઠીઓ બનાવવી. એક સીધી રેખા દોરવી અને એક ગેળ વર્તુળ દોરવું.
રમત: વારાફરતી દરેકે એક એક ચિઠ્ઠી લઈને મૂઠીમાં વાંચ્યા. વગર રાખવી. એ પછી એક રેખા ઉપર સૌને ઊભા રાખવા. સંજ્ઞા મળે એટલે સૌએ સૌની ચિઠ્ઠી વાંચવી. જેને ફોજદારની ચિઠ્ઠી આવે તેણે ગળ વર્તુળ પાસે ઊભા રહેવું. જેને ચોરની ચિઠ્ઠીઓ આવે તેણે નાસવું. જેને સિપાઈની ચિઠ્ઠી આવે તેણે ચોરને ઝાલવા જવું. સિપાઈઓએ પકડી, ઘસડી, ઊંચકી ચોરને વર્તુળમાં લાવવા. એ રીતે બધા ચોર પકડાઈ જાય ત્યાં સુધી રમત ચાલુ રહે.
વિશેષ: ભાગાભાગી અને પકડાપકડી કરવાનું બાળકોને બહુ ગમે છે. એક શેરને બેસિપાઈ પણ પકડી શકે છે. સિપાઈ પાસેથી એર બીજા ચેરને છોડાવી પણ શકે છે.
૧૮: છૂટદડી સંખ્યા: બેથી વધુ. સાધન: રબ્બરને કે કપડાંને ગૂંથેલે પોચે દડો.
તૈયારી: બાળકોની સંખ્યા પ્રમાણે હદ નક્કી કરવી. મેદાનમાં જેને જ્યાં ફાવે ત્યાં ઊભા રહે. શિક્ષકે હાથમાં દડો રાખવો.
રમત: શિક્ષકે દડાને ગમે તે એક દિશામાં અથવા અદ્ધર ઉછાળવો, એટલે રમત શરૂ થાય. જેના હાથમાં દડો આવે તેણે બીજાને ઘા કરીને માર. ઘા કરતી વખતે અને હાથમાં દડો આવ્યો હોય એ પછી જ્યાં ઊભા હોય ત્યાં જ ઊભા રહીને ઘા કરવાનો છે. રમનારે હદની બહાર. જવાનું નહિ. એક જણના હાથમાંથી દડો આંચકાઆંચકી કરવો નહિ.
નોંધ: ઘા કરવાને બદલે બીજાને દડો હાથોહાથ પણ આપી શકાય.
વિષય: આ રમતથી બાળકો દડાને ઝીલતાં, પકડતાં, ઘા કરતાં અને ઘાથી બચી જતાં શીખે છે. એ રીતે સ્વરક્ષણની તાલીમ મળે છે અને ઘા વાગ્યો હોય તો સહન કરતાં શીખે છે.
[ ૧૮ ]