________________
રમત: એક એક
બાળકના રમવાનો વારો આવે. વારા પ્રમાણે ચિઠ્ઠી લેવી, વાંચવી અને તે મુજબ ક્રિયા કરવી. પછી એ ચિઠ્ઠી શિક્ષકને પાછી આપી દેવી. આ પ્રમાણે સૌનો વારો આવે ત્યાં સુધી રમત રમવી. પ્રકાર : મોટી ઉંમરનાને રમવું હોય તો ચિઠ્ઠીઓ જરા અઘરી કરવી—જેમ કે, ભિખારી જેમ ભીખ માગો, છાપાં વેચા, ધૂણા, ફૂટો, શિક્ષકની નકલ કરો વગેરે.
૧૬ : ચાઇના સાતતાળી
સંખ્યા: પંદરથી વીસ. તૈયારી : સાતતાળીની
અને બાકીના મેદાન પર ઊભા
માફક એક જણને દાવ દેવા નક્કી કરવા
રહે.
રમત: સાતતાળીની રમતનો આ એક પ્રકાર છે. પરંતુ જયારે દાવ દેનાર બીજાને પકડવા આવે ત્યારે તે પકડાઈ જવાના થાય ત્યારે તેણે કોઈ પણ એક પગ ઊંચકી તેમાં કોઈ પણ એક હાથ નાખી એ જ હાથ વડે કોઈ પણ એક કાનને પકડી લેવો. આમ કરેલને દાવ દેનાર ઝાલી શકે નહિ. પછી તે બીજાને ઝાલવા જાય. જેને જેને અડવા આવે તેણે આમ કરવું. આમ કર્યા વિના જો પકડાઈ જાય તો તેને માથે દાવ આવે. નોંધ: પકડાઈ જતાં આમ વિચિત્ર રીતે ઊભા રહેતાં બાળકોને જોઈને રમનારને આનંદ થાય છે.
૧૭: ચારને પકડા
સંખ્યા: વીસથી પચીસ.
સાધન: કાગળ અને પેન્સિલ.
તૈયારી : કાગળની ચિઠ્ઠીઓ બનાવવી. તેમાં એકમાં લખવું ‘ફોજદાર’, ચાર-પાંચમાં લખવું, ‘સિપાઈ’ અને બાકીનામાં લખવું ‘ચાર.’ એ રીતે લખેલી ચિઠ્ઠીઓને વાળીને મૂકી રાખવી. જેટલા રમનાર હોય એટલી
[ ૨૭ ]