________________
વેલા થાય છે, ફલ બેઠાં છે, નાનાં ચીભડાં છે, મેટાં થયાં છે, કાચાં છે’ ત્યાં સુધી રમત ચાલુ રહે.
પછી બાવો ચીભડાંના માથામાં આંગળીથી ટકોરા મારીને કહે: હવે તે ચીભડાં પાકી ગયાં છે.” પટેલ કહે: ‘તાકાત હોય તે ચીભડાં તેડી લો.”બાવે તો એક એક છોકરીને પકડી પકડીને ખેચે છે ને પટેલના પગથી વછોડાવે છે. વછોડાયેલી છોકરીને અગાઉથી કરેલી ધૂળની ઢગલી સામે બેસાડે છે. વારાફરતી એક એક પગથી વછોડાવે છે.
આ રીતે બધાં ચીભડાંને તોડી લે છે અને ધૂળની ઢગલી સામે બેસાડે છે. પછી પટેલ કહે: “ધૂળની ઢગલી વખળો.” સૌ છોકરીઓ પોતાની ઢગલી વખોળે છે. કોઈ એક ઢગલીમાં ઠીકરાનો ટુકડો પહેલેથી સંતાડેલો હોય છે. જે છોકરીની ઢગલીમાંથી ઠીકરું નીકળે છે તેને માથે અડવાનો દાવ આવે. સૌ ભાગે. પટેલ અને બાવો ઊભા ઊભા જોયા કરે. દાવ દેનાર જેને પકડી પાડે તે બીજી વાર રમે ત્યારે બાવો થાય અને અડવા જનાર પટેલ થાય. પહેલાંને પટેલ અને બાવા ચીભડાં બની જાય. એ રીતે વળી ફરી વાર રમત શરૂ થાય.
નોંધ: ચણક ચીભડી રમત આપણી જૂની રમત છે. આ રમત ગામડામાં રમાય છે. આ રમત ફકત છોકરીઓ માટેની છે. પરંતુ છોકરાઓ રમવા ધારે તે રમી શકે તેવી રમત છે.
૧૫: ચિઠ્ઠીરમત (ક્રિયાચિઠ્ઠી) સંખ્યા: દસથી વીસ. સાધન: શિક્ષક તૈયાર કરેલી ચિઠ્ઠીઓ.
તૈયારી: રમાડતાં પહેલાં શિક્ષકે નીચે પ્રમાણે પચીસ-ત્રીસ જેટલી ચિઠ્ઠીઓ તૈયાર કરવી: કૂદો, હસે, રડો, લથડિયાં મારો, સિપાઈ જેમ ચાલો, ચાર પગે ચાલો, લંગડી ઠેકો વગેરે લખીને ચિઠ્ઠીઓને ગડીઓ વાળીને એક ટોપલીમાં મૂકવી.
[ ૨૬ ]