________________
ને ગાળિયો આપવો અને પાછળને બાળક પણ ગાળિયાને પોતાના શરીરમાંથી પસાર કરે. આ જ પ્રમાણે છે. છેલ્લા બાળકે ગાળિયો પસાર કરીને પાછો પોતાથી આગળના બાળકને આપવો. એમ પહેલા બાળક સુધી ગાળિયો આવે. પહેલાએ ફરી વખત પોતાના શરીરમાંથી પસાર કરીને સામે ઊભેલ શિક્ષકને દોડીને ગાળિયો આપી જ. કઈ ટુકડી પહેલી આપી જાય તે જોવું.
૧૩: ઘેર જાઓ સંખ્યા : દસથી વીસ.
તૈયારી: એક જણ સિવાય રમનારે ગોળ વર્તુળમાં સરખા અંતરે ઊભા રહેવું. વળી દરેકે જ્યાં ઊભા હોય ત્યાં એક એક નાનું વર્તુળ દેરવું ને તેમાં બંને પગ રાખીને ઊભા રહેવું. દાવ દેનાર અંદર ઊભું રહે.
રમત: દાવ દેનાર કોઈ એકની પાસે જાય અને કહે: “તમે આવે.” જેને કહે તેણે તેની પાછળ તેના બે ખભા પર હાથ રાખી જોડાઈ જવું. એ રીતે રમનારમાંથી પાંચ છ જણને બોલાવી પોતાની સાથે આગગાડીની માફક જોડે. દાવ દેનારે વર્તુળમાં જ આડાઅવળા બે ત્રણ આંટા મારી જોશથી કહેવું: ‘ઘેર જાઓ.’ આથી દરેક જણે છૂટા પડીને કોઈ પણ એક વર્તુળમાં દોડીને જવું. વર્તુળમાં ઊભેલાઓએ પણ ખાલી જગ્યાએ દોડી દોડીને ઊભા રહેવું. આમ છેલ્લે જે એક જણ બાકી રહી જશે, તેને માથે દાવ આવશે ને તેણે બીજી વાર પ્રથમની જેમ રમત શરૂ કરવી. આ વખતે જેનો વારો ના આવ્યો હોય તેને બોલાવવો. આ પ્રમાણે રમત રમ્યા કરવી.
૧૪ : ચણકચીભડી સંખ્યા: છે કે તેથી વધુ.
તૈયારી: એક મજબૂત અને મોટી છોકરી પટેલ થાય. તે બે પગ પહોળા કરીને ઊભી રહે. બાકીની રમનાર છોકરીઓમાંથી એક છોકરી બાવો
[ ૨૪]