________________
ની વચ્ચે ત્રણથી ચાર ફૂટનું અંતર રાખવું.
રમત: સંજ્ઞા થતાં દરેકે કૂદતા કૂદતા હદરેખાને ઓળંગી જવી, અથવા. પાછા આવવાનું હોય તે પાછા આવવું. વચ્ચે પડી જવાય તે ઊભા થઈને પાછા દોડી શકાય. કોણ કોણ ઠેઠ સુધી દોડી શક્યા તે જોવું. પ્રથમ કોણ આવે છે તે પણ જોવું.
નોંધ: દોડતાં દોડતાં એકબીજા સાથે અફળાવું નહિ. એક પગ ઊંચે લઈને ઠેકવું નહિ.
વિશેષ: આ રમત ખૂબ જ ગમ્મત ઉપજાવનારી છે. આ રીતે કથળા પહેરાવીને સામસામી ટુકડીઓની લડાઈ પણ કરાવી શકાય. બંને ટુકડી અલગ અલગ દેખાય તે માટે અમુક નિશાની રાખવી. આ રીતે કેળા પહેરીને લડાઈ કરવામાં ખભેખભા અથડાવીને સામેવાળાને પાડી નાખવાનો છે. પડી જનાર રમતમાંથી બાદ થાય. એક ટુકડીના બધા બાદ થાય ત્યાં સુધી અથવા અમુક નક્કી કરેલ સમય સુધી રમત ચાલુ રહે. આ રમતનું નામ કોથળાયુદ્ધ’ રાખી શકાય.
- ૧૨ : ગાળિયાદોડ
સંખ્યા: ૬-૬ કે ૮–૮ ની બે ટુકડી.
સાધન: જેટલી ટુકડી એટલા છ ફૂટ લાંબી આંગળી જેવી સૂતરની દોરીના ગાળિયા.
તૈયારી: દરેક ટકડીને ચાર ચાર ફટને અંતરે હારમાં ઊભી રાખવી. દરેક ટુકડીને નાયક આગળ અને બીજા તેની પાછળ પાછળ ઊભા રહે. બે જણની વચ્ચે એક હાથ જેટલું અંતર રાખવું. દરેક ટુકડીના નાયકને ગાળિયો આપ. નાયકે બે હાથથી ગાળિયાને પકડી રાખો. રમાડનાર શિક્ષક પંદરથી વીસ કદમ દૂર ઊભે રહે.
રમત: સીટી વાગે એટલે દરેક પહેલા બાળકે ગાળિયાને પ્રથમ માથા તરફથી નાખીને પગેથી બહાર કાઢવો. પછી તેણે પાછળના બાળક
[ ર૩]