________________
હલાવવું. બાળકોએ કૂદી કૂદીને કેળાને મોમાં લઈ લેવા પ્રયત્ન કરવો. આ રીતે જે પ્રથમ કેળું મોંમાં લઈ લે તેની જીત થઈ ગણાય.
નોંધ: કેળાંને બદલે નાનાં ગોળ જમરૂખ, ટમેટાં વગેરે પણ રાખી શકાય. આ રમત રમૂજ ઉત્પન્ન કરે છે.
૧૦ : કોથળફેડ સંખ્યા: બે જણ અથવા સરખી સંખ્યાની બે ટુકડી.
સાધન: દરેક જણ પાસે સરખા કાગળની એક એક કોથળી, ચીકણા કાગળની કોથળી હોય તો વધુ સારું.
તૈયારી: નક્કી કરેલ વર્તુળમાં બંને જણને ઊભા રાખવા. પિતાની કોથળીમાં મેંથી હવા ભરીને ફ લાવીને એક હાથમાં પકડી રાખવી.
રમત: સંજ્ઞા મળે એટલે બંનેએ પિતાની કોથળી સામેવાળાના ’ વાંસામાં કે માથામાં મારીને ફોડી નાખવી. એ રીતે જે પહેલાં કોથળી ફેડી નાખે તેની જીત થઈ ગણાય.
નોંધ: ટેપી ઉતારની રમતને એક પ્રકાર છે. ટુકડીમાં આ રમત રમાડવી હોય તે બંને ટુકડીને સામસામે ઊભી રાખીને ઉપર મુજબ જ કોથળીઓ ફોડવાની છે. નક્કી કરેલ સમયમાં જેની વધુ કોથળીઓ ફૂટે, તેની જીત થઈ ગણાય.
૧૧ : કોથળાદોડ સંખ્યા: બેથી આઠ સાધન: જેટલા બાળક તેટલા અનાજના ખાલી કોથળા.
તૈયારી: એક સીધી લીટી પર હારબંધ સૌને કોથળામાં પગ નાખીને ઊભા રાખવા. કથળાના મોઢાને બે હાથ વતી પકડી રાખવું. સામે વીસથી ત્રીસ પગલાં દૂર હદરેખા દોરવી અથવા તે સામે ઊભેલા બાળકને ફરીને અહીં સુધી પાછા આવવાનું પણ રાખી શકાય. દરેક બાળક
[ ર
]