________________
હોય તો મેદાન અને નામ બદલી નાખવાં. આ રમત વારંવાર રમવાથી બહુ મજા પડે છે.
રમાડનારે ધ્યાન રાખવું કે આખી રમત દરમિયાન બંને ટુકડીનાં નામ બોલાયા કરે. કોઈ એક જ ટુકડીનું નામ બોલ્યા કરવું નહિ. કોઈક વાર વચ્ચે ગમ્મતને ખાતર રમાડનારે કા...બર કે કાગડા બલવાને બદલે કાતર કે કાપડ બોલવું. આ વખતે રમનારની જે સ્થિતિ થાય છે તેનાથી સૌને હસવું આવ્યા વગર રહેતું નથી. આવે વખતે સાચી રમત રમાઈ ગણાશે નહિ, કોઈ બાદ વગેરે થશે નહિ.
નોંધ: આ રમતને કાબર–કાગડાને બદલે ‘રામ’ અને ‘રાવણ’ ‘રામ-રાવણ’ બોલીને પણ રમાડી શકાય છે. લાંબા પહેલા ઓરડામાં આ રમત રમવી હોય તે સામસામી ભીતની હદરેખા રાખી શકાય. ભીંતને અડે તે હદરેખાએ પહોંચી ગયેલ ગણાય.
૮: કેદી કેદી
(ગુલામદાવ) સંખ્યા: સમ સંખ્યાની બે ટુકડીઓ.
તૈયારી: ચાળીસથી પચાસ કદમને અંતરે બે આડી રેખાઓ દોરવી અને તેની ઉપર સામસામે મોં રાખીને બંને ટુકડીને કતારમાં ઊભી રાખવી. કોઈ પણ એક ટુકડીમાંથી એક જણને સામેની ટુકડી પાસે મોકલ. બીજી ટુકડીએ તાળી માટે દરેકે એક એક હાથ આગળ ધરી રાખો.
રમત: દાવ દેનાર કોઈ પણ એક જણને તાળી આપીને પોતાની ટુકડી તરફ દોડીને આવે ને તે વખતે જેને તાળી મળી હેય તેણે તેની પાછળ દોડીને ઝાલવા મહેનત કરવી. સામેવાળાની હદમાં જ ઝાલી શકાય. તાળી આપનાર પિતાની રેખા ઓળંગી જાય તે પછી પકડી ના શકાય. જો તાળી દેનાર પકડાઈ જાય તો તે તાળી ઝીલનારને ગુલામ બની જાય અને જો ના પકડાય તે તાળી ઝીલનાર પોતે ગુલામ બની જાય.
[ ૨૦ ]