________________
રમત: સંજ્ઞા મળતાં દાવ દેનાર સૌની પાછળ ગોળાકારે દોડે. લાગ જોઈને કોઈ એકના ખભે કોરડો મૂકીને જે દિશામાં દોડતો હોય તે દિશામાં જ ભાગે. જેને ખભે કોરડો મૂકે તે કોરડો હાથમાં લઈ પેલાને મારવા દોડે. દાવ દેનાર, તે બાળકની ખાલી જગ્યાએ આવી જાય. ન આવે ત્યાં સુધી કેરડો મારી શકાય. પછી બીજા બાળકને વારો આવે. આ મુજબ થાકે ત્યાં સુધી રમત રમવી.
નોંધ: દરેક બાળકને ખભે ટુવાલ મૂકવાનું ધ્યાન રાખવું. કોરડા ધીમે ધીમે મારવા.
૬: કેદી પકડે સંખ્યા: દસથી વીસ.
તૈયારી: એક બાળક સિવાય બીજા સૌને વર્તુળાકારે ઊભા રાખી એકબીજાના હાથના આંકડા ભિડાવી રાખવા. એક બાળકને વચ્ચે ઊભો રાખ. તે કેદી’ ગણાશે અને ગોળ ઊભેલ બાળકો જેલ’ ગણાશે.
રમત: સંશા મળે એટલે કેદીએ કોઈ પણ જગ્યાએથી હાથના આંકડા છોડાવી નાસી જવાનો પ્રયત્ન કરવો. રમનારે હાથના આંકડા છોડવા નહિ. પણ કેદી મહેનત કરી જેલ તોડશે એટલે નાસી જશે. તે વખતે સૌએ કેદીને ઝાલવા દોડવું. જે બાળક પ્રથમ કેદીને ઝાલી જશે તે કદી બનશે અને ફરીથી રમત શરૂ થશે.
નોંધ: જેલ તોડવામાં જોરજોરી થાય છે, તેથી બાળકોને હિંમત અને જુસ્સો આવે છે.
૭: કાબર-કાગડા સંખ્યા: સમ સંખ્યાની બે ટુકડીઓ.
તૈયારી: આ રમતમાં ચાર ચાર કે તેથી વધુ સરખી સંખ્યાની બે ટુકડીઓ પાડવી. રમાડનાર એક અલગ રહે.
[૧૮]