________________
અગલ તરફ નાખવો. જો અગલમાં જાય તો દાવ લેનારને દાવ જાય. અગલમાં જાય નહિ તો દાવ લેનારે દાવ લે. દાવ લેવો એટલે પ્રથમ તેણે અગલે અંગુઠો રાખી સામેવાળાના લખાટાને આંટો અથવા વેંત થાય એટલે અંતરે નાખવો ને પછી દાવ દેનારાના લખોટાને પોતાના લખેટાથી આંગળીના જોરે દૂર દૂર લઈ જવો. આંટતાં કે વેંત થતાં ભૂલે એટલે દાવ દેનાર પાછો અગલ તરફ પોતાનો લખોટો નાખે. જો દાવ દેનાર પ્રથમ જ ભૂલે તો તેને દાવ જાય. આ પ્રમાણે સૌએ દાવ લેવો, એટલે રમત પૂરી થાય.
નોંધ: દાવ લેનારે પહેલાં “છોટાબાબુ’ બોલી જવું, નહિ તે દાવ દેનાર પોતાના લોટાને હાથથી અગલમાં નાખી દે એટલે દાવ જાય.
૫ : કરડકણ તરે સંખ્યા: દસથી બાર. સાધન: એક ટુવાલને વળ ચડાવી કોરડો કરો.
તૈયારી: લંગડીના વર્તુળ ઉપર અંદર મોં રાખી એક જણ સિવાય સૌને ઊભા રાખવા. દાવ દેનાર બહાર સૌની પાછળ કોરડો લઈને ઊભો રહે.
[ ૧૭ ]