________________
ચિત્રમાં બતાવ્યા મુજબ મેદાન ઉપર બંને ટુકડીને સામસામી ઊભી રાખવી. કોઈ પણ એક ટુકડીનું નામ ‘કાબર’ અને બીજીનું નામ ‘કાગડો’ પાડવું.
રમત: રમત શરૂ કરવા રમાડનારે કા...બર (‘કા’......લંબાવવું ને ‘બર ’ સાથે બોલવું) અથવા ‘કા......ગડા ’ બાલવું. જે ટુકડીનું નામ બાલાય
તેમણે પોતાની તેમણે
હદરેખા તરફ દોડી જવું, જે ટુકડીનું નામ ન બાલાય સામેવાળાને અડવા માટે જવું. ભાગનાર પોતાની હદ વટાવી જાય પછી સામેવાળા અડકી શકે નહિ પણ જેઓ હદરેખા પસાર કર્યા પહેલાં અડાઈ જાય તો તે (જેટલા અડાઈ જાય તેટલા) બધા રમતમાંથી
બાદ થાય.
‘એ પછી પ્રથમની માફક પોતપોતાની જગ્યાએ આવીને ઊભા રહી જવું. રમાડનાર વળી ‘કાબર’ કે ‘કાગડો’ કોઈ એક નામ બોલે; એટલે વળી ભાગવાનું અને અડવાનું થાય. આ રીતે કોઈ પણ એક ટુકડીના બધા બાળકો બાદ થઈ જાય ત્યાં સુધી રમત ચાલુ રહે. ફરીવાર રમવું
[ ૧૯ ]