________________
૧ : આરપાર દાડ
સંખ્યા: વીસથી પચીસ. તૈયારી : સાતતાળીની રમતના આ એક પ્રકાર છે. એક જણ દાવ દેનાર બને અને બીજા સૌ દાવ લેવા મેદાનમાં છૂટા છૂટા ઊભા રહે. મેદાનની હદ નક્કી કરી લેવી.
રમત: સીટી વાગે અથવા નક્કી કરેલા સ્થળે સાતતાળી મારીને દાવ દેનાર અડવા જાય. દાવ દેનાર કોઈ એકને અડવા જાય તે વખતે કોઈ ત્રીજો બાળક એ બેની વચ્ચેથી પસાર થાય. આ વખતે દાવ દેનારે જે આરપાર પસાર થયો હોય તેને પકડવા જવું. એ રીતે જ્યારે જ્યારે પ્રસંગ આવે ત્યારે વચ્ચેથી પસાર થવું. જે પકડાઈ જાય તેને માથે દાવ આવે. નોંધ: રમતનું મેદાન મોટું પસંદ કરવું.
વિશેષ: આરપાર થનારે ચાલાકીથી આરપાર થવું. બનતાં સુધી પકડાવું નહિ.
[ ૧૭ ]