________________
તેમના રાજા મહારાજાઓ, વિદ્વાન, ગુણું, બુદ્ધિવાન અને સકળ સગુણ સંપન તથા કળાકેશલ્યતામાં સહુથી શ્રેષ્ઠ પદે હતા. તે વખતે વર્તમાન કાળની પેઠે તેઓ સમાન જાતિના પ્રબંધમાં બંધાયેલા નહેતા; પણ પોતે ગુણગ, સુંદર આચાર વિચાર અને વ્યવહારથી સભામાં સર્વથી ઉરપદ પ્રાપ્ત કરી શકતા હતા, અને નીચ કર્મોથી પતિત અને ભ્રષ્ટ થતા, વિગેરે.” જૈન ગ્રંથોમાં પણું વારંવાર વેદનું નામ આવે છે. જર
સ્તી ધર્મ પણ આ આર્ય ધર્મ નું જ રૂપાંતર છે અને મહાત્મા ઈસુએ પણ અત્રેથીજ ધર્મશિક્ષણ મેળવી ક્રિશ્ચિયન ધર્મ સ્થાપ્યો હતો. ફાન્સ દેશના પારિસ શહેરના પ્રખ્યાત શેધક મી. લાઈસ જેકેલીયેટ પોતાના “બાઈબલ ઈન ઈન્ડિ ” નામના પુસ્તકમાં લખે છે કે –
“ Soil of ancient India, cradle of Huminity hail ! hail venerable & efficient nurse whom centuries of brulet invasions have not yet burried under the dust of oblivion. Hail | father land of faith, of love, of poetry, and of science ! may we hail a revival of the post in our western fathers !”.
“વૃદ્ધ ભરતખંડની ભૂમિ ! પુરૂષતાનું પારણું તને વંદન છે. સેંકડે. વર્ષના નિર્દય ઉપદ્રવ ( હલ્લા) પણ જેને વિસ્મરણની ધૂળ નીચે દાટી શકયા નથી એવી પૂજ્ય અને સમર્થ પાળક માતા ! પ્રણામ. શ્રદ્ધા વા સત્યતાની, પ્રેમની, કવિતાની અને શાસ્ત્રની પિતૃભૂમિ ! તને હું નમું છું તહારે ભૂતકાળનો મહિમા અમારા પશ્ચિમના (યૂરપાદિ ) ભવિષ્યમાં સજીવન થાઓ એવું માગીએ છીયે.” તા. ૨૦-૨-૧૮૮૪ ના ડેલી ટ્રિબ્યુન નામના પત્રમાં ડી. ઓ. બ્રાઉને લખ્યું હતું કે “ જે અમે પક્ષપાત છોડીને સારી રીતે પરીક્ષા કરીએ તો અમારે કબુલ કરવું પડશે કે આર્ય લેકેજ સંસારભરના સાહિત્ય, ધર્મ અને સભ્યતાના જન્મદાતા છે.
આ ઉપરથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે દુનિઆ ઉપરના તમામ ધર્મોમાં વિદધર્મ સૌથી શ્રેષ્ઠ અને પ્રાચીન છે માટે જ મહર્ષિ મનુ ભગવાને પણ વેહિ ધર્મ છમ કહ્યું છે.
વેદ એટલે શું? અને તેમાં શું શું છે ?
પરમકૃપાળુ પરમાત્માએ સૃષ્ટિની સુવ્યવસ્થા રહેવા માટે દરેક બાબતેને નિયમની દોરીથી બાંધી રાખેલી છે. આ નિયમને કુદરતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com