Book Title: Atmanushasan
Author(s): Somchand Amthalal Shah
Publisher: Shrimad Rajchandra Nijabhyas Mandap

View full book text
Previous | Next

Page 10
________________ (૩) એવા નિષ્કારણુ ભય તું ન કર. દુઃખ મટાડી સુખ પ્રાપ્ત કરવું એ જ તારા અભિપ્રાય છે. અને અત્રે પણ એ એક જ પ્રયેાજન અર્થે કહેવામાં આવે છે. શરૂઆતમાં આ વચને તને કદાચ કડવાં પણ લાગશે, પણ તે કડવાશના ભયથી તું ડરીશ નહિ; કારણ— यद्यपि कदाचिदस्पिन् विपाकमधुरं तदा तु कटु किंचित् त्वं तस्मान्मा भैषीर्यथातुरो भेषजादुयात् ३ જેમ દરદીજીવ હિતકારક એવી કડવી ઔષધી પણ નિડરપણે અને પુણુ વિશ્વાસથી પી જાય છે, તેમ આ શાસ્ત્ર વિષે કાઈ કથન પ્રારંભમાં તને કટ્ટુ લાગે તેાપણું અનુભવે-પરિણામે એ અત્યંત મીઠાં જ છે. ઔષધીના સેવન કાળે તે ઔષધી ઘેાડી સમય કડવી પણ લાગે તેપણ તેથી ભવિષ્યમાં નિરાકુલતાજન્ય સુખ પ્રાપ્ત થશે એમ જાણીને ક્રિ'ચીત પણ ભય વિના શાણારાગી જેમ તે ઔષધીને પરમ આદરભાવથી ગ્રહણ કરે છે, તેમ હું વિવેકી શાણા અને સમજી · સ°સારી ! ગ્રહણ કાળમાં આ શાસ્ત્રમાંના કેઇ ઉપદેશ તને અસહ્રાવતા લાગે તે પણ તેથી આરાગ્યતાજન્ય મિક્ળ થશે એમ ખચીત સમજીને તેને પરમ આદરભાવે ગ્રહણ કરતાં પરિણામે તું સુખી જ થઇશ. કોઇ આ ઠેકાણે એમ કહે કે-ઉપદેશદાતા તેા જગતમાં ઘણા છે, આપ નિષ્ફળ પ્રયત્ન શા સારૂ કરે છે ? તેને દયાળુ આચાય કહે છે કેजना घनाश्च वाचालाः सुलभाः स्युर्व्वथोत्थिताः दुर्लभा ह्यन्तरार्द्रास्ते जगदभ्युज्जिहीर्षवः ४ મહુતતાના અભિમાની એવા વાચાળ મનુષ્યા, અને ઘટાટોપ વાદળ ફેલાવતા પણુ ખાલી ગર્જના કરતા એવા મેઘ તા ઠામ ઠામ છે, પરંતુ જેનું હૃદય કેવળ ધબુદ્ધિથી ભીંજાયું છે, તથા અન્ય સંસારપરિણામી આત્માઓને સંસારદુઃખથી મુક્ત કરવાની અંતરંગ સાચી ઈચ્છા જ માત્ર છે એવા ઉત્તમ મનુષ્યા અને વર્ષા કરવાવાળા મેઘ એ એ જગતમાં બહુ દુભ છે. જગતમાં ઉપદેશઢાતા તેા ઘણા છે, પરંતુ કેવળ ધબુદ્ધિપુ ક અન્ય જીવાને તેમનાં દુઃખ જોઈ અંતરંગ દયાની લાગણીથી દ્રવિત થઈ ગદગદીત થઇ, દુ:ખમુક્ત કરવાની સાચી ભાવનાવાળા ઉપદેશકે બહુ જ ઘેાડા છે. અમારા અંતઃકરણુના સદ્ભાવ પ્રમાણે અમારા ઉદ્યમ પણ નિરર્થક તે। નથી જ. કેવા ગુણાથી યુક્ત મહાત્મા ઉપદેશઢાતા હાઇ શકે ? એ પ્રશ્નના ઉત્તરરૂપ નીચેનુ' કાવ્ય કહે છેઃ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 240