Book Title: Atmanushasan Author(s): Somchand Amthalal Shah Publisher: Shrimad Rajchandra Nijabhyas Mandap View full book textPage 9
________________ (૨) શ્રીમાન ગુણભદ્રમુનિ પિતાના ભાઈ લેકસેન પ્રત્યે ધર્માનુરાગ પરિણામથી સન્માર્ગરૂપ શ્રીવીતરાગધર્મ પ્રતિબંધવાની અભિલાષાપૂર્વક શ્રી આત્માનુશાસન:શાસ્ત્રની નિવઘ સંપૂર્ણતા આદિ અનેક ઈષ્ટફળની અભિલાષાપૂર્વક મંગલાચરણમાં શ્રી ઈષ્ટદેવને પ્રથમ નમસ્કાર કરે છે. ગીતિ– लक्ष्मीनिवासनिलयं विलिनविलयं निधाय हृदि वीरम् आत्मानुशासनमहं वक्ष्ये मोक्षाय भव्यानाम् १ વીર–અર્થાત્ શ્રીવર્ધમાન તીર્થકર દેવ અથવા વીર એટલે કર્મશત્રુને નાશ કરવામાં મહાન સુભટ અને વિશિષ્ટ લક્ષમીનું ઘર સર્વ અહંતાદિ મહાપુરુષોને હૃદયમંદિરમાં ધારણ કરીને આત્માને પરમ કલ્યાણરૂપ શિક્ષાદાતા શ્રી આત્માનુશાસન શાસ્ત્ર હું કહીશ. કેવા છે તે શ્રીવીરપરમાત્મા ! કેવળ આત્મસ્વભાવરૂપ-મહાન અતિશયસ્વરૂપ સર્વોત્કૃષ્ટલક્ષ્મીને રહેવાનું પરમ કલ્યાણરૂપ જાણે એક મંદિર ન હોય! વળી જેમના અનાદિ પાપસ્વભાવને આત્યંતિક નાશ થયો છે, જેથી તે પ્રભુ પિતાના અવિનાશી સ્વરૂપને પ્રાપ્ત થયા છે. અહીં ગ્રંથકાર ઉપરોક્ત પ્રકારે પોતાના ઈષ્ટદેવનું વીર, એ નામ સાર્થક કરી વર્ણવ્યું. સાથે તે પ્રભુના સત્કૃષ્ટપદને પ્રગટ કર્યું. ભવ્યજીવાત્માઓના પરમ દુઃખરૂપ અનાદિબંધનની નિવૃત્તિ અર્થે જ આ શાસ્ત્ર કહીશ, પરંતુ તેમાં મારું માન, પૂજા, ખ્યાતિ વા લેભાદિ પ્રયોજન નથી. તેથી સમ્યપ્રકારે સ્વહિતજીજ્ઞાસુ ભવ્યાત્માઓને રૂચિ યાવત્ ગ્રહણ કરવા યોગ્ય છે. હવે શાસ્ત્રના અર્થમાં શિષ્યને ભય દૂર કરી જેમ તેની આ શાસ્ત્રમાં પ્રવૃત્તિ થાય તે પ્રકારે તેના જ ભાવને બતાવતાં ગ્રંથકાર સુત્ર કહે છે. दुःखाद्विभेषि नितरामभिवांच्छसि सुखमतोऽहमप्यात्मन् दुःखापहारी सुखकरमनुशास्मि तवानुमतमेव २ હે આત્મા ! તું દુઃખથી ઘણે ડરે છે, અને સર્વ પ્રકારે સુખને જ ઈચ્છે છે, તો દુઃખને નાશ કરવાવાળે અને સુખને જ પ્રાપ્ત કરવાવાળે એ તારે જે વાંચ્છિત અર્થ તેને જ અહીં ઉપદેશું છું. કઈ અલ્પજ્ઞ અને સંસારરસિક આત્માને એ ભય હે સંભવિત છે કે-શ્રીગુરુ મારા પ્રાપ્ત સુખ છોડાવીને ધર્મસાધન બતાવશે. અને તે ભયથી તે જિનવચનામૃત પ્રત્યે નિરાદર રહે છે. તેવા ભવાભિનંદી પણ ભવ્યઆત્માને દયાનિધાન શ્રી ગુરુ કહે છે કે હે ભાઈ !Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 240