________________
મિથિલાપતિ નમિરાજ
૧૦૧ દાખવ્યા હતા. પણ પરાગભર્યા પુષ્પોનાં આયુષ હંમેશાં ટૂંકાં જ હોય એમ હું ન માની શકી. મેં જ તેમને દીક્ષા લેતા વાર્યા.”
તપસ્વિની પાછી જરા થંભી. ચંદ્રયશ અને નમિરાજ પણ એ સાધ્વીના અસહ્ય સંતાપથી દાઝતા હોય એમ તેમના હો ઉપરની રતાશે સૂચવ્યું.
મણિપ્રભને-હોટા ભાઈને, એવું શું કારણ મળ્યું કે તે પોતાના જ હાના ભાઈનો વધ કરવા તૈયાર થયો” નમિરાજે પૂછયું.
એ કારણ કે હું પોતે-મારી વેરણ જેવી આ મારી રૂપશિખા. જો એ કઠોર સત્ય મને પહેલેથી જ સમજાયું હોત તો હું પોતે ગમે તે રીતે મારો માર્ગ શોધી લેત-બે સહોદરને અકાળમૃત્યુથી બચાવી લેત. પણ આ ચૌદ રાજલોકમાં સામાન્ય સંસારીઓને અગમ્ય એવી જે કર્મની નિરકુશ સત્તા વિસ્તરેલી છે તેની પાસે મારા જેવી દુર્બળ નારી શું કરી શકે ? પહેલાં તો એમના તરફથી મૂલ્યવાન વસ્ત્રાલંકારોના ઉપહાર મારી પાસે અવારનવાર આવવા શરૂ થયા. સુંદર દેખાતાં પુષ્પોની નીચે હંમેશાં વિષધર સર્પ પથરાયેલા હોય એમ માની લેવાનું મને કંઈ જ કારણ ન હતું. અને એવી અશ્રદ્ધા બીજા કોઈ પ્રત્યે નહીં અને પોતાના જ એક જયેષ્ઠ પ્રત્યે શી રીતે સંભવે? સંસારનાં ફૂડ-કપટ અને પ્રપંચથી સાવ અનભિજ્ઞ મારા જેવી સ્ત્રી, એ ઉપહારમાં નિર્મળ મમતા સિવાય બીજું શું કલ્ય? પછી જ્યારે એક દિવસે એક દાસીએ એ મણિપ્રભનો પોતાનો મારી ઉપરનો, તેમની પાપવાસના પ્રગટ કરતો પત્ર મને પહોંચાડ્યો ત્યારે જ ઉપહારોનું યથાર્થ રહસ્ય સમજાયું. મારો દેવોપમ પતિનો ભાઈ-અવન્તિપતિ, વાસનાઓનો જ દાસ છે એ જાણી મારા જીવનનાં આમોદ અને ઉલ્લાસ એકાએક આથમી ગયાં. મેં એ કાગળનો કંઈ જવાબ ન આપ્યો. દાસીના દેખતાં જ કાગળ ચીરી નાખ્યો અને હવે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org