Book Title: Arpan Kshamashraman
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 201
________________ ૨૦૦ અર્પણ + ક્ષમાશ્રમણ એકરાર કર્યો કે : “એ શેઠની ભાર્યાને દર વખતે મરેલા પુત્રો અવતરતા હોવાથી અને મને એ બાઇની દયા આવવાથી, તારો જન્મ થતાં જ એનો મરેલો પુત્ર મેં લીધો અને તેને બદલે મેં તને ત્યાં સોપી દીધો. પણ તું વાજતે-ગાજતે પરણવા નીકળ્યો ત્યારે મારું હૈયું હાથમાં ન રહ્યું. તેને જોઈને ગાંડી થઈ ગઈ હું સમજતી હતી કે તું સુખમાં-લાડમાં ઊછરેલો છે, તને ચાંડાલને ત્યાં નહિ ગમે. પણ મારું માતાનું હૈયું અંદરથી આર્તનાદ કરી ઊડ્યું. મારાથી ન રહેવાયું.” એટલું કહીને માતા ચોધાર આંસુ વરસાવી રહી. મેતાર્ય બીજું તો સગી માતાને શું કહે ? એનો આઘાત એટલો ઊંડો હતો કે તે વર્ણવવા જતાં કદાચ એનું કાળજાં પણ કાબૂમાં ન રહે. છતાં મેતાર્યે કહ્યું: એક રીતે હું માતાની ગોદમાં માથું ઢાળવા પાછો આવ્યો તે ઠીક જ થયું છે. શેઠને ત્યાં વસ્તુ કે વૈભવ મળત, પણ મને માતાનો સ્નેહ ક્યાંથી મળત ? આ કુળમાં જ જિંદગી કાઢવાનું નિર્માણ થયું હશે તેને હું કે તું શી રીતે ટાળી શકવાનાં હતાં ?” માતા ને પુત્ર બન્ને એ રીતે સમજી ગયાં. પણ મેતાર્યના દિલનું ઊંડાણ કોઈ માપી શક્યું નહિ. એણે મનમાં ને મનમાં જ નિશ્ચય કર્યો કે- “શ્રેષ્ઠીની પુત્રીઓ ભલે મને ન વરી. પણ ચાંડાલપુત્ર હોવા છતાં રાજગૃહીના રાજવીની પુત્રી સાથે ન પરણું તો થઈ રહ્યું છે? વાણિયાની કન્યાઓ તો એની પાછળ ઢસડાઈને આવવાની.” પંગુ કોઈ ઉચ્ચ ગિરિશિખર ઉપર ચડવાની હિમ્મત કરે તેવી આ પ્રતિજ્ઞા હતી. મેતાર્ય કોઈની સાથે વેર બાંધવાની કે શ્રેષ્ઠીઓ પાસેથી બદલો લેવાની ઝંઝટમાં ન પડ્યો. એ જો ક્રોધાંધ બનીને, પોતાને મળેલી નિરાશા બદલ વેર વાળવા કટિબદ્ધ બન્યો હોત તો એની શક્તિ નકામી વેડફાઈ જાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238