Book Title: Arpan Kshamashraman
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 235
________________ ૨૩૪ અર્પણ + ક્ષમાશ્રમણ શાલિભદ્રને જોતાં જ એના માતૃત્વના તાર રણઝણી ઊડ્યા. એને એમ જ થયું કે જો આ શ્રમણ આટલું મારું ગોરસ વહોરે તો કૃતાર્થ થઈ જઉં. વિનયથી લળીને નમન કરતી મહીઆરીએ પૂછયું : “આટલું દહીં કૃપા કરીને વહોરશો? શ્રમણ ભગવનું !” માતાને ત્યાંથી ખાલી હાથે ફરેલા અને માતાના હાથનો આહાર મળશે એ પ્રમાણેના વીર પ્રભુના શબ્દોનું સ્મરણ કરનારા શાલિભદ્ર એ વિનતીનો તત્કાળ સ્વીકાર કરી લીધો. દહીં વહોરીને શાલિભદ્ર પોતાના સ્થાને આવી ગયા. વસ્તીમાં ગોચરી માટે જતાં-આવતાં જે કંઈ દોષ કે પ્રમાદ થયો હોય તે આલોચી રહ્યા એટલે ભ, મહાવીરે જ શાલિભદ્ર પાસે ખુલાસો કર્યો : ભદ્રા માતા તો તમને ન મળ્યાં - પણ જે મહિયારીએ તેમને ભક્તિભાવે દહીં વહોરાવ્યું તે પણ તમારી ગત જન્મની માતા જ હતી. માતા પાસેથી આહાર વહોરી આવો એમ મેં જે તમને કહેલું તેનો અર્થ હવે તમને સમજાશે.” એ જ વાતના અનુસંધાનમાં શાલિભદ્ર પોતે ગત જન્મમાં ગોવાલ હતા - બહુ જ ગરીબ સ્થિતિમાં હતા અને માતાએ મહા મુસીબતે દૂધ-સાકર-ચોખા ભેગા કરી, ખીર રાંધી આપેલી તે પોતે નહિ ખાતાં, શાલિભદ્ર કોઈ મહાતપસ્વી શ્રમણને વહોરાવી દીધેલી : એ પુણ્યના પ્રતાપે જ આ જન્મમાં આટલી ઋદ્ધિ તથા વૈભવના ભોક્તા થએલા, વગેરે ઈતિહાસ ક્રમબદ્ધ કહી સંભળાવ્યો. શાલિભદ્ર ઉપરાંત બીજા શ્રમણો, જે ભગવાનના સમુદાયમાં હતા તેઓ સુપાત્રદાનનો આ મહિમા સાંભળી વિસ્મય પામ્યા. ભદ્રા માતા આખો દિવસ રાહ જોતાં બેસી રહ્યાં. એમને કોણ કહે કે “જેમની તમે રાહ જોતાં બેઠાં છો - જેના દર્શન અને સ્વાગત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238