________________
૨૩૨
અર્પણ + ક્ષમાશ્રમણ
એમ કહીને ધન્ના શેઠ સ્નાનગૃહમાંથી નીકળી સીધા શ્રમણ-સંઘના વેવિશાળ વટવૃક્ષ તરફ ચાલી નીકળ્યા. સુભદ્રાદિ આઠ સ્ત્રીઓએ ધના શેઠને રોકવા, પછી તો, ઘણું આક્રંદ કર્યું. પણ “ક્રમ” ને કાયરતાનો જ એક પ્રકાર માનનાર ધન્ના શેઠે પાછું વાળીને ન જોયું.
શાલિભદ્ર એ વાત જાણી અને તે જ વખતે એને ક્રમે ક્રમ સર્વસ્વનો ત્યાગ કરવાના નિર્ણયમાં પોતાની નિર્બળતા દેખાઈ. ભદ્રા માતાની આજ્ઞા મેળવી એ પણ ભ. મહાવીરના શ્રમણસંઘમાં ભળી ગયા.
ફરતા-ફરતા લગભભ બાર વર્ષે ધો-શાલિભદ્ર રાજગૃહી નગરીના ઉદ્યાનમાં, ભ. મહાવીરના શ્રમણસંઘ સાથે આવી ચડ્યા. ભદ્રા માતાને એ વધામણી મળી અને એમનું અંતર પુત્ર તથા જમાઈના દર્શનની આશાએ નાચી ઊઠયું. રાજગૃહી સુધી આવનાર શાલિભદ્ર તથા ધન્ના અણગાર, પોતાને ત્યાં પગલાં કર્યા વિના ન રહે એ વાતની માતાને પૂર્ણ શ્રદ્ધા હતી. ઘરમાં સૌને આ મુનિઓનાં સત્કાર-સન્માન માટી સાગ્રહ સૂચના પણ કરી દીધી.
ધન્ના-શાલિભદ્ર જયારે આહાર માટે રાજગૃહી ભણી જવા નીકળ્યા ત્યારે પણ ભ. મહાવીરે કહેલું કે : “આજે માતાના હાથનો આહાર ભલે વહોરી આવો.”
રાજગૃહીની કલ્લોલતી અને ગુંજતી ભૂમિના સ્પર્શે આ બન્ને અણગારોની પૂર્વસૂતિને કેટલા રોમાંચથી રંગી દીધી હશે ? માર્ગે જતાઆવતા રાહદારીઓમાંના કોઈને આજે ધન્ના શેઠ કે શાલિભદ્ર સામે નિહાળવા જેટલી પણ ફુરસદ નહોતી. એક દિવસે જે નામાંકિત શ્રેષ્ઠીપુત્રોને જતા જોઈ નાગરિકો એમની સામે ભક્તિભાવે જોઈ રહેતા, અંજલિ જોડી પોતાની શ્રદ્ધા અને બહુમાન સૂચવતા તેઓ જાણે કે ધન્નાશાલિભદ્રને કદી જોયા-જાણ્યા જ ન હોય તેમ, પાસે થઈને ચાલ્યા જાય છે. શ્રમણોને તો એ વાતની શી પરવા હોય?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org