Book Title: Arpan Kshamashraman
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 231
________________ ૨૩૦ અર્પણ + ક્ષમાશ્રમણ શાલિભદ્રના પિતા ગોભદ્ર શેઠ પણ એક દિવસે વિરક્ત બની સંસારના સુખ તજી ચાલી નીકળેલા. એ પ્રસંગ ભદ્રા માતાની સ્મૃતિમાં તાજો થયો. પિતા કરતાં પુત્ર સવાયો નીકળે તેમાં આશ્ચર્ય નથી એમ વિચારી એમણે પોતાની અંતવ્યથા અંતરમાં જ શમાવી દીધી. આકંદ કે વલોપાત કરવાનું ઠીક ન લાગ્યું. - શાલિભદ્રે કહ્યું : “લોઢાના ચણા ચાવવા જેવો આ માર્ગ છે એ હું જાણું છું. મારી શક્તિની મર્યાદા પણ સમજો છું. પિતા જે માર્ગે ગયા તે માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીશ. આપના આશીર્વાદ હશે તો હું એ માર્ગને કે કુળની લાજને કલંકિત નહિ કરું.” માતા કયાંય સુધી મૌન રહી. આખરે ઊઠતાં ઊઠતાં એમણે વચલો તોડ કાઢયો : “બેટા, તું હજી બાળક છે. આત્મકલ્યાણ સાધવાની ઉતાવળમાં પાછા પડવા જેવું ન થાય એટલા સારુ હું તને ક્રમે ક્રમે આ જંજાળનો ત્યાગ કરવાની સલાહ આપું છું.” શાલિભદ્રને પણ એ સલાહ ચી. એણે રોજ રોજ એક સ્ત્રીનો અને ભોગોપભોગનો ત્યાગ કરવાનો - એ રીતે એક દિવસે સર્વસ્વનો ત્યાગ કરી જવાનો નિરધાર કર્યો. એકાદ મહીનો તો સહેજે આ ક્રમિક ત્યાગમાં નીકળી જાય. અણી ચૂકયો સો વર્ષ જીવી શકતો હોય તો આજકાલમાં છટકી જવાનો વિચાર કરનાર કદાચ મહિને દહાડે પાછો હતો ત્યાં ને ત્યાં સ્થિર બની જાય. પોતાની ઉતાવળ માટે પશ્ચાત્તાપ પણ કરે. માતાની અને પત્નીઓની ગણતરી બહાર આ હકીકત નહિ હોય. એટલામાં એક અકસ્માત બન્યો. ધન્ના શેઠને એમની સ્ત્રી - સુભદ્રા સ્નાન કરાવતાં હતાં. પગે સુગંધી તેલ ચોળતાં હતાં. એ વખતે પોતાના ભાઈના ક્રમિક ત્યાગની વાત હૈયે ચડી આવી અને સુભદ્રાની આંખમાંથી એક અશ્રુબિન્દુ ટપકી પડયું. ધન્ના શેઠ પણ ત્યાંગના માર્ગે જવાની ઘડીઓ જ ગણતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238