________________
ધના-શાલિભદ્ર
૨૨૯ થયું એ જાણ્યા પછી માતાને પણ બહુ લાગી આવ્યું છે. પણ જે બની ગયું તે હવે તો મિથ્યા થવાનું જ નથી એમ માની ઊંડો શોક અનુભવે છે.
એક દિવસે જ્યારે માતા ભદ્રાથી રહેવાયું નહિ, શોક અને સંતાપના ઉચ્છવાસે જાણે પ્રાણ રૂંધાતા હોય એમ લાગ્યું ત્યારે તે શાલિભદ્ર પાસે છેલ્લો ઊભરો ખાલી કરવા ગયાં. જતાંવેત તો કંઈ બોલી શક્યાં નહિ, પણ શાલિભદ્ર ભદ્રા માતા શું કહેશે તે સમજી ગયા.
માતાએ એક વાર શાલિભદ્ર સામે અશુપૂર્ણ નયને નિહાળ્યું. શ્રેણિક આવ્યા પહેલાનો જે શાલિભદ્ર હતો તેમાં અને અત્યારના શાલિભદ્રમાં એમને જમીન આસમાન જેટલો ફેર પડી ગએલો દેખાયો. અત્યારનો શાંત-ધીર-ગંભીર શાલિભદ્ર એમને નર્યો શુષ્ક કે કઠોર ન લાગ્યો. એના મોં ઉપર અત્યારે જે દીપ્તિ પ્રકાશતી હતી તે જાણે કે ભોઐશ્વર્યના શુભ્ર પટ ઉપર ત્યાગની યોન્ના પથરાઈ હોય એમ લાગ્યું. એમને વિચાર થયો કે “ખરો શાલિભદ્ર જ આ છે! ઈડાના આવરણ ભેદીને જે શિશુ બહાર આવે તે જ એનું વાસ્તવ સ્વરૂપ ગણાય ! શંગાર અને પ્રમોદમાં જે ચંચળ-શ્રાંત શાલિભદ્ર દેખાતો હતો તે જાણે પોતાની આસપાસનાં બધાં બંધનો તોડીને બહાર આવ્યો હોય એવો બંધનમુક્ત સિંહ સમો મનોરમ દેખાયો.
ભદ્રા ગમે તેવાં તોયે માતા હતાં. શાલિભદ્રને જોયા પછી એમનું માતૃત્વ ઉભરાઈ આવ્યું ઃ બોલી જવાયું.
બેટા, હું તારો વાંક નથી કાઢતી – પસ્તાવો પણ કોઈ વાતનો નથી કરતી, તેમ તારા માર્ગમાં નવું વિન ઊભું કરવાનો મારો ઈરાદો નથી. હું માત્ર તને એટલું જ કહેવા આવી છું કે તારા દાંત મીણના છે અને તે લોઢાના ચણા ચાવવાનો નિરધાર કર્યો છે. તારાં પુણ્ય હજી પહોંચે છે. એ પુણ્યનાં ફળનો બને તેટલો ઉપભોગ કરી લે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org