________________
ધન્ના-શાલિભદ્ર
૨૨૦ માની લીધું હશે ? પ્રજાનો જે પતિ પોતાને કહેવડાવે છે એ પણ પાંચ ભૂતોનું પેદા થયેલું પૂતળું નહિ હોય ? ઈશ્વરને ત્યાંથી કોઈ ખાસ અધિકાર લઈને આવતો હશે ? સ્વામીની ગમે તેવી આશા જો શિરોમાન્ય રાખવી પડે તો પોતાને પરમ શક્તિશાલી ઓળખાવતા માનવીની મહત્તા ક્યાં રહી ?'
શાલિભદ્ર એક તો રોજના એકધારા શૃંગાર, પ્રમોદ, રંગરાગથી કંટાળ્યો હતો તેમાં પોતાને માથે પણ સ્વામી છે એની કૃપા કે મમતા હોય તો જ રોજના સુખ-ભોગ કાયમ રહી શકે, નહિતર દેવલોકને શોભે એવો આ વૈભવ ધૂળભેગો મળી જાય એ પ્રકારની ચિંતાએ એનો જે થોડોઘણો રસાસ્વાદ રહ્યો હતો તે પણ ભરખી લીધો.
શાલિભદ્ર નીચે આવ્યો અને જેવો મહારાજા બિંબિસાર તરફ જતો હતો તેટલામાં મહારાજાએ પોતે ઊઠીને એને પોતાની બાથમાં સમાવી લીધો. શાલિભદ્રનો માખણના પિંડ જેવો દેહ મહારાજાના દેહની ગરમીથી ગળી જતો હોય એમ લાગ્યું. શાલિભદ્રના કોમળ દેહમાંથી પ્રસ્વેદની ધારાઓ છૂટવા લાગી. જાણે કે હમણાં જ મૂચ્છિત થઈ જશે એમ એ આંખો ચડાવી ગયો.
એટલામાં ભદ્રા માતા બોલી ઊઠ્યાં : “મહારાજ, એને છૂટો મૂકી દો. એ જરા જેટલી ગરમી કે ગુંગળામણ સહી શકતો નથી. અમે એને છૂટો જ રાખ્યો છે.”
શાલિભદ્રના વદન ઉપરની ગ્લાનિ અને વિદ્વળતા જોઈને મહારાજા બિંબિસારને પણ થોડું દુ:ખ થયું. ભદ્રા દેવીની સૂચના પ્રમાણે એણે તત્કાળ એને છૂટો મૂકી દીધો. પછી તો સાપ કાંચલી મૂકીને નાસે તેમ શાલિભદ્ર, મહારાજના પાશમાંથી મુકત થઈ પોતાના સ્વતંત્ર સાતમા માળની બારીમાં જઈને બેસી ગયો. હરિણનું નાનું બાળ, શિકારીના પંજામાંથી છૂટ્યા પછી જેમ ધ્રુજતું જ રહે તેમ શાલિભદ્ર પણ કયાંય સુધી અંતરના ઊંડા-વેગવાન ધબકારા સાંભળી
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org