________________
અર્પણ + ક્ષમાશ્રમણ
શાલિભદ્રની વાત સાચી હતી. મગધના મહારાજાની સાથે શાલિભદ્રને કંઈ સંબંધ નહોતો. ભદ્રા માતાને અત્યારે બહુ થોડા વખતની અંદર શાલિભદ્રને સમજાવી ફોસલાવી લેવાની જરૂર હતી. ગંભીર ચર્ચામાં ઊતરવાનો અવકાશ નહોતો. વધારે સમય થાય તો કદાચ મહારાજાને અપમાન લાગે-રોષે ભરાય એવી બીક પણ હતી.
૨૨૬
‘“બેટા, દાસત્વ કે આજ્ઞાધીનતાની અહીં વાત જ નથી. એ તને સન્માનવા માગે છે. જે ભૂપતિ બીજા કોઇ શ્રેષ્ઠીને ત્યાં ભાગ્યે જ જાય અને ક્વચિત જ સ્નેહ-આદરથી પ્રજાજનને સન્માને તે પોતે પોતાની ઇચ્છાથી આપણે ત્યાં પધાર્યા છે, અને તને એક વાર માત્ર જોવા માંગે છે.'' આછા ઉદ્વેગ અને દબાવી રાખેલા કંપની છાપ ભદ્રા માતાના શબ્દોમાં તરવર્યા વિના ન રહી.
-
માતાના આગ્રહને અનુસરી શાલિભદ્ર જવા તૈયાર તો થયો. પણ આજે કોઈ મોટું અમંગળ પોતાની ઉપર ઊતરી પડ્યું હોય એમ લાગ્યું. જે પોતાને એકાકી અને સાર્વભૌમ મનમાં માની બેઠો હોય તેને કોઈની આજ્ઞા ઉઠાવવી પડે સામે ચાલીને જવું પડે ત્યારે સહેજે એનું આત્મગૌરવ થવાય. શાલિભદ્રનું આત્મગૌરવ આથી ઘવાયું હશે કે નહિ તે તો કોણ જાણે. પણ પોતે આટલા અખૂટ વૈભવ-ઐશ્વર્ય વચ્ચે વસવા છતાં એક પ્રજાજન છે અને પ્રજાજનને માથે એક સ્વામી તો હોય જ એ વિચારે એના અંતરમાં મોટો ઝંઝાવાત પેદા કર્યો.
માળનાં પગથિયાં ઊતરતાં ઊતરતાં પણ એના મન ઉપર એક જ ચિંતા પિશાચની જેમ ચડી બેઠી હતી :
‘‘સ્ત્રીઓને સ્વામી હોય તેમ પ્રજાજનને શિરે સ્વામી હોય અને એ બોલાવે ત્યારે દોડીને વગર વિલંબે હાજર થઈ જવું જોઈએ એવી પરંપરા ક્યારે કોણે નિર્મી હશે ? પ્રથા ભલે ગમે તેટલી પુરાણી હોય તો પણ મારે તેને અનુસરવું જ જોઈએ એમ ભદ્રા માતાએ કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org