Book Title: Arpan Kshamashraman
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 229
________________ ૨૨૮ અર્પણ + ક્ષમાશ્રમણ રહ્યો. સહચારિણીઓ તો બે-ચારને બદલે બત્રીસ હતી, પણ બધી દુર્બળ, અસહાય અને સુખની જ સંગાથી હોય એમ એને લાગ્યું. હવેલીના જે માળની અંદર, વિશ્વની અશાંતિ કે ઉદ્વેગનો નાનો અણુ પણ ન દાખલ થઈ શકે એમ ભદ્રા દેવી માનતાં, જેની અંદર અહોનિશ જ્યોત્સનાં અને સૌરભ જ રેલાઈ રહે એવી યોજના કરવામાં આવી હતી ત્યાં સંતાપનો એક અગ્નિતણખો અચાનક ઊડતો આવી પડ્યો. ઊભરાતા ઐશ્વર્ય અને અથાગ ભોગ-સામગ્રીને બાળવા કોઈ જબ્બર હુતાશનની જરૂર નથી. લાખો મણ સૂકા લાકડાને જેમ નાનો અગ્નિકણ જોતજોતામાં ભસ્મીભૂત કરી શકે છે તેમ “માથે સ્વામી છે” એ મન:સંતાપે શાલિભદ્રના સુખશીલ જીવનમાં આગ ચાંપી દીધી. બિંબિસાર તો વખત થયો એટલે ત્યાંથી વિદાય થયા. રાજગૃહીના શાલિભદ્ર જેવા શ્રેષ્ઠીકુમારોને ત્યાં સોનામોતીનાં આભૂષણો પણ રોજ ફૂલની જેમ નિર્માલ્ય રૂપે ફેંકાઈ જતા હોવાની છાપ લઈને પોતાના સ્થાને પહોંચ્યા. પણ એમના આગમને, શાલિભદ્રની મનોદશા છેક પલટી નાખી. ગીત અને નૃત્યથી નિત્ય ગુંજી ઊઠતો હવેલીનો સાતમો માળ, જાણે કોઈ જાદુગરે મંત્રબળે સ્મશાનમાં પલટાવી નાખ્યો હોય તેમ સૂનો અને શુષ્ક બની ગયો છે. વસનારાઓ સૌ સલામત છે – પણ પત્થરના પૂતળા જેવા પ્રાણહીન લાગે છે. રાત્રીએ જ્યાં સુગંધી તેલની ખાસી દીપમાળ રચાતી ત્યાં એક ખૂણામાં મુમુર્ષ જેવો દીપક દેખાય છે. બત્રીસ નારીઓ છતે પતિએ જાણે કે નિરાધાર બની ગઈ છે. ભદ્રા માતાની વ્યથા તો વર્ણાનાતીત હતી – એમની આંખમાંથી અશ્રુની સતત ધાર વહે છે. જોતજોતામાં શાલિભદ્રના દિલમાં આવો અચાનક પલટો કેમ આવ્યો તે એમને સમજાતું જ નથી. મહારાજાના સન્માનને જે મહાસૌભાગ્ય માનતી તે જ સૌભાગ્ય શાલિભદ્રને ઝેરરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238