Book Title: Arpan Kshamashraman
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 234
________________ ધના-શાલિભદ્ર ૨૩૩ બન્ને શ્રમણો જ્યારે માતા સુભદ્રાની હવેલીએ પહોંચ્યા ત્યારે પણ એમને સત્કારનાર ત્યાં કોઈ જ નહોતું. જેઓ વહેલી સવારથી માંડી સ્વાગત-સામગ્રી તૈયાર કરવાની ઘડભાંજમાં પડી ગઈ હતી તેમને પણ ધન્ના-શાલિભદ્ર જેવા શ્રમણોના આગમનનો સમય થયો છે એ વાતનું લક્ષ ન રહ્યું. ભદ્રા માતાએ અને બત્રીસ ગૃહિણીઓએ ધન્ના-શાલિભદ્રના આગમનને સૂર્યોદય કરતાં પણ વધુ મહિમાવંતું માન્યું હશે. સૂર્ય ઢાંકયો ન રહે-એનો મહિમા નાના છિદ્રવાટે પ્રવેશ્યા વિના ન રહે તેમ શાલિભદ્ર અને ધન્ના જેવા શ્રમણ-નાયકોની હાજરી છૂપી રહી શકે જ નહિ, એવી કોઈ ભાવનાથી આ હવેલીના વાસીઓ નિશ્ચિત લાગ્યા. શ્રેષ્ઠીપુત્રો હવે શ્રમણ બન્યા હતા. એક પ્રકારનો પુનરવતાર પામ્યા હતા એ વાતનું એમને ધ્યાન જ ન રહ્યું. મહિનાના ઉપવાસના પારણાને દિવસે, એક વખતના પોતાના જ ગૃહે આવનારા આ શ્રમણો, થોડીવાર તો ત્યાં ઊભા રહ્યા. જે ઘરમાં એક વખતે સહેજે ઇશારો થતાં દસ-વીસ દાસ-દાસીઓ હાજર થઈ જતાં અને જ્યાં રોજેરોજનાં સોના-મોતીનાં આભૂષણો ખાળમાં નિર્માલ્ય ફૂલોની જેમ ફેંકાઈ જતાં ત્યાં એ વૈભવનાં ભોક્તાઓને આજે થોડો આહાર વહોરાવનાર કોઈ ન મળ્યું. શ્રમણો ત્યાંથી પાછા ફર્યા : આશા-નિરાશા તેમજ તૃપ્તિ કે અતૃપ્તિના, માનવસહજ ભાવોથી ઘણી ઊંચી ભૂમિકાએ વિહરતા આ શ્રમણોએ ગ્લાનિ કે વિષાદનો આછો કંપ સરખો પણ ન અનુભવ્યો. એ તો ઠીક, પણ ભગવાન મહાવીરે પોતે જે એમ કહેલું કે : માતાના હાથનો આહાર વહોરી આવો” એનો શું અર્થ સમજવો? ઉદ્યાન તરફ, આહાર વિના પાછા ફરતા શાલિભદ્ર “માતાના હાથના આહાર”નો વિચાર કરતા હતા, એટલામાં એક બાઈ સામેથી આવતી દેખાઈ. બાઈ આહીરની જાતની હોય એમ લાગ્યું પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238