________________
મેતાર્ય મુનિવર - [૮] મેતાર્ય પૂરા પંદર વર્ષનો થયો ત્યાં સુધી તો એણે રાજગૃહી નગરીના એક અગ્રગણ્ય શ્રેષ્ઠીના પુત્ર તરીકે લીલા લહેર કરી. પણ સોળમા વરસે એનાં લગ્ન લેવાયાં અને આઠ વણિક ગૃહસ્થોની આઠ કન્યાઓનું વાજતે ગાજતે, સાજન-માજન સાથે પાણિગ્રહણ કરવા જતાં લગ્નના મંડપેથી વીલે મોઢે પાછું ફરવું પડ્યું ત્યારથી એનું બધું પોકળ ફૂટી ગયું. “મેતાર્ય જન્મથી જ ચાંડાલની જાતનો છે.” એ વાત લોકોમાં ફેલાઈ ગઈ. કોઈ બીજાએ એ પોકળ ફોડ્યું હોત તો ઈર્ષા કે દ્વેષથી આવી બદનામી કરી હશે એમ કહેવાત. પણ મેતાર્યની સગી માતાએ જ બરાબર લગ્નને દિવસે, આવેશમાં આવી જઈને છડેચોક જાહેર કર્યું કે “મેતાર્ય મારો પુત્ર છે. મેં જ આ શેઠાણીને સોંપ્યો હતો. એને પરણાવવાનો હક્ક બીજા કોઈનો નહિમારો એકલીનો જ છે. એ લહાવો હું બીજા કોઈને નહિ લેવા દઉં.”
મેતાર્ય ચાંડાલકુળનો છે એમ જાણ્યા પછી જેમણે પોતાની કન્યાઓ એની વેરે પરણાવવાનો સંકલ્પ કર્યો હતો તેમણે મેતાર્યને મંડપના બારણેથી જ પાછો વિદાય કરી દીધો. મેતાર્યને માઠું તો બહુ લાગ્યું, પણ એનો બીજો ઇલાજ નહોતો. મેતાર્યની માતાએ પોતે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org