________________
અવંતી સુકુમાલ
વ્યાપેલી મીઠાશની વાનગીરૂપ હોય તેમ ચાખી. ઘડીકમાં તો એના બત્રીસે કોઠામાં દીવા થયા હોય એટલો આહ્લાદ થયો. પણ આ રક્ત અને આ દેહ હજી તો જીવતા માનવીનાં જેવાં જ ઉષ્ણ દેખાય છે. રખેને સપડાયેલો શિકાર નાસી જશે તો ?
ઘોર અંધારામાં શિયાળે જરા પાછા હટી, સુકુમાલના મોં તરફ લુચ્ચાઈથી જોયું. જોતાં, જીવતો હોવા છતાં નાસવાની શક્તિ કે વૃત્તિ વગરનો હોય એમ લાગ્યું. પણ બુદ્ધિમાન માણસના વિષે કંઈ ચોક્કસ ન કહેવાય. એ નાસવાનો પ્રયત્ન કરે તે પહેલાં જ એના પગની નસો બહાર ખેંચી કાઢી હોય તો ?
૧૯૭
શિયાળે ધીમે ધીમે, સુકુમાલના પગ પાસે જઈને જોરથી વડચકું ભર્યું. આ પોતાનો આહાર છે એવી દાનતથી નહિ, પણ લાંબી રાહ જોવરાવ્યા પછી, જેને પોતે રાતદિવસ શોધતી હતી તે શિકાર માંડ માંડ હાથ પડ્યો હોય તેમ ઉપરાઉપરી બટકા ભરી, સુકુમાલના માખણના પિંડા જેવા પગને વીંખી રહી. નીતરતા લોહીનું પાન કરનારાં બચ્ચાં પણ ભારે ગેલમાં આવી ગયાં. પોતાની માતાની દાઢમાં કદી નહિ અનુભવેલી શક્તિ આજે એમણે જોઈ.
આહારથી પશુ-પ્રાણીને તૃપ્તિ થવી જોઈએ, પણ આ શિયાળ તો જેમ જેમ સુકુમાલના પગની પિંડીઓ અને સાથળ ફાડી ફાડીને ખાવા લાગી તેમ તેમ તેનું ઝનૂન વધતું જ ચાલ્યું. હવે તો આ માનવી કદાચ પ્રાણવાળો હોય તો પણ પોતાના પંજામાંથી છટકવા ન દેવો એવા નિશ્ચય સાથે જાણે લાંબા ભૂખમરાથી પીડાતી હોય તેમ ઉતાવળી ઉતાવળી, નિર્દયપણે સુકુમાલના આખા દેહને વેતરી રહી.
આ શિયાળે આટલું ઝનૂન, આટલો કિન્નો, પૂર્વે કોઈ વાર નહોતો અનુભવ્યો. એક પ્રહર પૂરો વીત્યો-ન વીત્યો એટલામાં તો સુકુમાલના દેહને, શેરડીના છોતાની જેમ ફેંકી દીધો.
આટઆટલી વેદના અનુભવવા છતાં નલિનીગુલ્મ વિમાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org