Book Title: Arpan Kshamashraman
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 212
________________ ધન્ના-શાલિભદ્ર - [૯] તે કાળે અને તે સમયે, સોળ જનપદોમાં મગધ સર્વોપરી હતું. શૌર્યમાં, સંપત્તિમાં, સંસ્કારમાં, મગધની સાથે સ્પર્ધા કરવાની બીજા કોઈ જનપદની હિમ્મત નહોતી ચાલતી. સોળ જનપદના રાજકારણમાં તેમજ અર્થનીતિમાં પણ મગધનું જ વર્ચસ્વ વર્તાતું. મગધના મહારાજા શ્રેણિક જેટલા યુદ્ધકુશળ અને સાવધ હતા તેટલા જ તે સરળ અને શ્રદ્ધાળુ હતા. તે કાળના બે સમર્થ ધર્મપ્રચારકો વખતોવખત આ મગધની ભૂમિને પોતાની પદરેણુથી તીર્થરૂપ બનાવતા. મગધની રાજધાની રાજગૃહીમાં ઐશ્વર્ય અને સંપત્તિની છોળો ઊછળતી. ધન-ધાન્યથી સમૃદ્ધ દેશ તો આ હતો જ : સાહસિક વેપારીઓ દૂરદૂરના દેશોમાંથી અઢળક ધન ખેંચી લાવી આ રાજગૃહીમાં ઠાલવતા. શહેરની વચ્ચે આવેલા મંદિરને કોઈ અસંખ્ય દીપમાળાથી શણગારે તેમ શ્રેષ્ઠીઓ આ વિશાળ રાજગૃહીને ભોગોપભોગના વિવિધ ઐશ્વર્યથી ઝાકઝમાળ રાખતા. કોટીધ્વજો આ રાજગૃહીમાં નગણ્ય ગણાતા. આવા લક્ષાધિપતિ અને કોટ્યાધિપતિઓના મુકુટ-મણિ જેવા બે શ્રીમંતો આ શહેરમાં રહેતા હતા. એક ધન્નો અને બીજા શાલિભદ્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238