________________
ધના-શાલિભદ્ર
૨૧૫
થોડા દિવસ પછી એને ઉજ્જૈની પણ શુષ્ક લાગવા માંડી. એનો એ વૈભવ, ચંડપ્રદ્યોતના રોજના એક જ પ્રકારનાં તોફાનો અને એના દરબારીઓની એની એ જ ચાટુતા જોઈને ધન્નો કંટાળ્યો. જીવ્યા કરતાં જોયું ભલું એમ માની, સર્પ જેમ કાંચળીનો ત્યાગ કરે તેમ ઉજ્જૈનીને તિલાંજલી આપી, એ વખતની સર્વશ્રેષ્ઠ ગણાતી રાજનગરી-રાજગૃહી તરફ ચાલી નીકળ્યો.
રાજગૃહીમાં ધમા શેઠનું સ્વાગત કરનાર કોઈ નહોતું. પહેરેલા વસ્ત્રે જ એ ચાલી નીકળ્યો હતો. એણે આવતાંની સાથે જ રાજગૃહી જેવી રંગીલી નગરી ઉપર ગાઢ ગ્લાનિની છાયા ફરી વળેલી જોઈ. વ્યવહારો તો રોજની જેમ ચાલતા હતા, પણ નગરીના પ્રાણ કોઈએ હરી લીધા હોય તેમ નાગિરકોના આલાપ તેમ જ વહેવારમાં નર્યું ઔદાસીન્ય તરી આવતું હતું.
ધન્ના શેઠે અહીં આવ્યા પછી સાંભળ્યું કે મહારાજા બિંબિસારના વહાલા પુત્ર અભયકુમારનું, ઉજ્જૈનીના ચંડપ્રદ્યોતે બળથી નહિ, છળથી હરણ કર્યું છે તેથી સમસ્ત શહેર ગમગીનીમાં ડૂબી ગયું છે. અભયકુમાર માત્ર રાજકુંવર હતો એટલા સારુ એના અપહરણથી શહેરીઓ દુઃખ પામ્યા છે એમ નહિ પણ અભયકુમારના જવાથી રાજગૃહીની બુદ્ધિ અને શક્તિ કોઈ ભરખી ગયું હોય એવી જ છાપ સૌ કૌઈના દિલ ઉપર પડી હતી. રાજપ્રકરણી તેમજ દૈનિક સમસ્યા ઉકેલનારું મગજ રાજગૃહીમાં બીજું નહોતું.
ધો. રાજગૃહીમાં આવ્યો તે દિવસો દરમ્યાન મહારાજા બિંબિસારનો માનીતો હાથી ગાંડો થઈને હાથીશાળાનાં બંધનો તોડી ભારે ત્રાસ વર્તાવી રહ્યો હતો. અભયકુમાર જો ચંડપ્રદ્યોતના હાથમાં બંદીવાન ન બન્યો હોત તો કોઈપણ ઉપાયે આ હાથીને પાછો અંકુશમાં આણી શકત. માવતોએ અને બીજાઓએ પ્રયત્નો તો ઘણા કર્યા, પણ એમાં નિષ્ફળતા જ મળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org