________________
અર્પણ + ક્ષમાશ્રમણ
એવી જ રીતે બીજી વાર એવો અકસ્માત્ થયો કે ધન્ના શેઠે સ્મશાનમાં રહેતા એક ચાંડાલ પાસેથી જૂનો ખાટલો ખરીદ્યો. ખાટલામાં કંઈ માલ નહોતો. પણ ધન્ના શેઠે ઘરમાં આવી ઈસ-ઉપળા જુદા પાડ્યા એ જ વખતે કોઈ કૃપણે સંઘરેલાં મૂલ્યવાન રત્નો બહાર નીકળી પડ્યાં.
૨૧૪
એને ભાગ્યદેવીની લીલા સિવાય બીજું શું કહેવાય ? જાણે કે ધન્નાશેઠની પાસે સૌભાગ્ય બે હાથ જોડી ઊભું રહેતું. કોઈ ચક્રવર્તીના પગલે પગલે વિજયના પડઘા ગાજી ઊઠે તેમ ધન્ના શેઠને ધરતીની ધૂળમાંથી પણ સુવર્ણ મળી જતું.
એટલું છતાં ધન્ના શેઠને એક દુર્ભાગ્ય કનડતું. મોટા ભાઈઓ એનું તેજ સહન કરી શકતા નહિં. નાના ઘરમાં નાની નાની ખટપટો અને ઈર્ષા-અસૂયાને લીધે ધન્ના શેઠ કોઈવાર બેચેન બની જતા.
એક દિવસે ધન્નાભાઈ કોઈને કહ્યા વિના ઘરમાંથી છાનામાના ચાલી નીકળ્યા. ધન્નો સ્વભાવે દીન-દુર્બળ હોત, માત્ર ભાગ્ય ઉપર જ આધાર રાખતો હોત તો ઘરની શીળી છાયા તજીને વનવગડાનાં કષ્ટો ખમવાં આવું સાહસ ન ખેડત. પુરુષાર્થ ને પ્રારબ્ધ જ ધન્નાને ઘડવાનો નિર્ણય કરી રાખ્યો હશે.
રખડતો-રઝળતો ધન્નો ઉજ્જૈની પહોંચ્યો. અહીં એણે ચંડપ્રદ્યોત રાજાની કૃપા સંપાદન કરી. કેટલાક વૃક્ષ-રોપા એવા હોય છે કે જેને મૂળ સ્થાનેથી ખસેડીને બીજી જગ્યાએ રોપ્યા હોય તો ખૂબ જોર કરે -ધન્નાભાઈને પણ ઉજ્જૈનીમાં એવું જ બન્યું. મહારાજાની મહેરબાની એટલી બધી એણે મેળવી કે પૈઠણને એ ભૂલી ગયો. મા-બાપ અને ભાઈઓ યાદ આવતા, પણ એમને અહીં સુધી બોલાવવાની અને જૂની ઘર-ખટપટને નવું સ્વરૂપ આપવાની એ હિમ્મત કરી શકતો નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org