________________
૨૧૨
અર્પણ + ક્ષમાશ્રમણ
સગપણમાં બન્ને સાળા-બનેવીનો સંબંધ ધરાવતા. બન્ને અખૂટ ઐશ્વર્યશાળી ગણાતા. મોટા મહારાજા કે ચમરબંધીને પણ ઈર્ષા આવે એટલી સમૃદ્ધિ આ બન્ને શ્રેષ્ઠીઓ પાસે હતી. આજે પણ બેસતા વર્ષે શારદાપૂજન કરતાં વેપારીના ચોપડામાં “શેઠ ધન્ના-શાલિભદ્રની ઋદ્ધિ હોજો” એમ લખાય છે. ઋદ્ધિ-સમૃદ્ધિના એ બે સર્વોચ્ચ શિખરો હતા.
ધન્ના શેઠ મૂળ તો પૈઠણના. ચાર ભાઈઓમાં સૌથી નાના. ધન્નામાં નાનપણથી જ બુદ્ધિનું તેજ ચમકતું. ભાઈઓ એની ઘણીવાર અદેખાઈ કરતા. પણ ધન્નાને મન એનો હિસાબ નહોતો. માતાપિતાના તેમજ મોટા ભાઈઓનાં કામકાજ એ દોડીદોડીને કરતો. એ રીતે માબાપને જો કે એ પ્રિય બન્યો પણ મોટાભાઈઓને ધન્નામાં કંઈ વધુ દૈવત દેખાતું જ નહોતું. ધન્નાનાં વખાણ સાંભળતાં, કાનમાં કોઈ ઊનું તેલ રેડતું હોય એમજ એમને લાગતું. કોઈવાર આ ભાઈઓ માબાપની સાથે ધન્નાની ખાતર લડી પડતા. કહેતા કે : “વારે ઘડીએ ધન્નાની પ્રશંસા કરો છો તે ધન્નામાં એવી કઈ મોટી તેવડ બળી છે?”
મોટા ભાઈઓ ઈર્ષાથી બળે એમ જોઈને મા-બાપ મૌન રહેતાં. ધaો જાણતો કે મોટા ભાઈ પોતાના તરફ સન્માન કે સ્નેહ નથી ધરાવતા, પણ તેથી તેને બહુ માઠું નહોતું લાગતું. એક ઘરમાં-એક કુટુંબમાં જન્મ્યા એટલે સૌનો સ્નેહ સદ્ભાવ મળવો જ જોઈએ એવો નિયમ નથી, એમ માની સંતોષ ધરતો.
ધન્નો કોઈ કોઈ વાર એવા ધંધા કરી બેસતો કે માબાપને અને ભાઈઓને પણ ઘણી વાર એવો પ્રશ્ન ઉદ્ભવતો કે સાચેસાચ ધaો બુદ્ધિશાળી હશે કે માત્ર ભાગ્યનું પૂતળું હશે? ધaો જાણી જોઈને ઉઘાડી આંખે અવળા પાસા નાખતો તે પણ સવળા થઈ જતા. એમાં એની ભાગ્યદેવીનો કૃપાપ્રસાદ હશે કે ધન્નાની દીર્ઘદૃષ્ટિ હશે તે જ કોઈને નહોતું સમજાતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org