________________
ધના-શાલિભદ્ર
ધન્ના શેઢે એનો જે નિર્ણય આપ્યો તે સાંભળીને રાજગૃહીના વેપારીઓ-મહાજનો તો મોંમાં આંગળી જ નાખી ગયા. મહારાજા પોતે પણ આશ્ચર્યચકિત થયા. ધન્ના શેઠે ભરસભામાં, પેલા એક આંખવાળા વેપારીને ઉદ્દેશીને કહ્યું કે :
‘“તમારી વાત ખરી છે. તમારી આંખ ગોભદ્ર શેઠને ત્યાં હોવી જ જોઇએ. તમે ખોટું ન બોલો અને તમે જ્યારે એમનું લેણું ચૂકવવા તૈયાર થયા છો ત્યારે તમને તમારી આંખ પાછી મળી જવી જોઇએ એ નિર્વિવાદ વાત છે.’’
૨૧૭
આટલી વાત સાંભળતાં ઠગ વેપારી ખૂબ આનંદમાં આવી ગયો. ગોભદ્ર શેઠને નીચોવવાની એણે જે યુક્તિ રચી હતી તે હવે સંપૂર્ણ સફળ થાય એવી આશા બંધાઈ. ગોભદ્રશેઠ આંખ તો આપી શકવાના જ નથી એવી આ ઠગને પૂરી ખાત્રી હતી, કારણ કે એણે એ આંખ રોગમાં જ ગુમાવી હતી.
‘‘હવે તમારી અસલ આંખ તમને મળે એટલા માટે સૌથી સારો માર્ગ તો મને એ જ લાગે છે કે, તમારે એક આંખ જે અત્યારે તમારી પાસે છે તે અમને કાઢી આપવી. એટલે બરાબર એ નમૂનાની બીજી આંખ ગોભદ્ર શેઠની પેટીમાં હોય તો શોધી તમને પાછી વાળી દેવાય’ ધન્ના શેઠે ઠગ-વેપારી સામે તિરછી નજરે જોયું તો એના મોં ઉપરનું નૂર ઉડી જતું જણાયું. બે ઘડી પહેલાનો એનો હર્ષ. વિષાદમાં પલટાતો દેખાયો. અટલે ધન્ના શેઠે પોતાની વાતમાં જરા વધુ મોણ નાખવા માંડ્યું: ‘‘એટલી વાત તો ચોક્કસ છે કે ગોભદ્ર શેઠે જ્યારે તમારી એક આંખ ગીરો રાખી છે ત્યારે એમનો એ એક ધંધો જ હોવો જોઇએ. એ રીતે સંભવ છે કે એમની પાસે બીજી ઘણી આંખો એકત્ર થયેલી હશે. એમાંથી તમારી પોતાની આંખ કઈ એ શોધી કાઢવું મુશ્કેલ પડે. પણ જો તમારી બીજી આંખનો નમૂનો હોય તો મુશ્કેલી ન નડે. વળી તમને તો આંખ કાઢી આપવાનો જૂનો અભ્યાસ હશે, એટલે તમારા માટે પણ એ સહજ વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org