Book Title: Arpan Kshamashraman
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 222
________________ ધના-શાલિભદ્ર ૨૨૧ પ્રથમ તો રત્નકંબલનો વેપારી, મહારાજા બિંબિસાર પાસે ગયો. તેણે રત્નકંબલની ઘણી સ્તુતિ કરી, માત્ર રાજમહેલોમાં જ એ પરવડે-બીજાઓનું તો ગજું નહિ એમ કહી ઓછામાં ઓછી એક કંબલ ખરીદવા આગ્રહ કર્યો. મહારાજાને કંબલ ગમી ગઈ, પણ સવા લાખ સોનૈયા વેડફી નાખવાની એમની હિમ્મત ન ચાલી. એમણે કહ્યું : “વસ્ત્ર કરતાં શસ્ત્રને અમે વધુ પસંદ કરીએ, સારા હાથીઘોડા પાછળ લાખો સોનૈયા ખરચ કરીએ તો અમને પસ્તાવો ન થાય. આ કંબલ અમારા કામની નથી, બીજે તપાસ કરો. શ્રેષ્ઠીઓમાંથી કોઈક મળી જશે.” મહારાજા બિંબિસાર પાસે નિરાશ થયેલો વેપારી, તપાસ કરતો કરતો શાલિભદ્રની હવેલી પાસે પહોંચ્યો. ભદ્રા માતાએ એને ગોખમાંથી, પોતાની હવેલીમાં પ્રવેશતો જોયો. રાજગૃહીના કોઈ વેપારી સાથે જરા ઉશ્કેરાયેલા અવાજે એ વાત કરતો હતો. તેના છેલ્લા શબ્દો ભદ્રા માતાના કાને પડયા. એ કહેતો હતો કે : “રાજગૃહી શ્રેષ્ઠીઓનું શહેર છે, એમ સાંભળ્યું હતું. પણ અહીં આવ્યા પછી ઘણા ઘણા શેઠીઆઓનાં આંગણાં ખુંદી વળ્યો કોઈએ આ રત્નકંબળની કદર ન કરી બધા કંજૂસ લાગે છે. જોઉં, હવે આ એક ઘર બાકી છે.” ભદ્રા માતાએ વેપારીને સત્કાર્યો. કંબલ જોઇને પહેલો જ પ્રશ્ન એ પૂછ્યો કેઃ “કિંમત તો ઠીક પણ બધી મળીને તમારી પાસે કેટલી કંબલો છે ? ” વેપારીએ કહ્યું : “સોળ.” સોળમાં શું દી વળે ? મારે ત્યાં બત્રીસ તો ગૃહવધૂઓ છે. પ્રત્યેકને પૂરી એક એક પણ નહિ આપી શકાય.” એટલું કહીને ભદ્રા માતાએ વેપારીની સોળે સોળ કંબલ, પૂરા દામ આપીને ખરીદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238