Book Title: Arpan Kshamashraman
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 224
________________ ધના-શાલિભદ્ર ૨૨૩ રત્નકંબલ તો તુચ્છ વસ્તુ છે. પણ ખરી વાત તો એ છે કે સોળ કંબલના બત્રીસ ટુકડા કરી એક એક ગૃહવપૂને મેં સોંપી દીધા છે અને એ વધૂઓએ પણ સ્નાન કરી, કંબલથી પગ લૂછી, વપરાયેલા ડૂચા તરીકે ખાળમાં ક્યારના ફેંકી દીધા છે. એ કટકા મહારાજા કે મહારાણીને યોગ્ય ન ગણાય.” કંબલની વાત તો એક કોરે રહી: બિંબિસાર મહારાજા દૂતના મુખેથી આ વાત સાંભળી ભારે આશ્ચર્યમાં પડ્યા. લાખ-સવાલાખ સોનૈયાના મૂલ્યવાળી વસ્તુ પહેલું કે બીજે જ દિવસે જો ખાળકૂવામાં જઈ પડે તો પછી એમની પાસે કેટલી સમૃદ્ધિ હોવી જોઈએ? રાજગૃહીના શ્રેષ્ઠીઓ જો આટલા ઋદ્ધિવંત હોય તો એમની સરખામણીમાં મહારાજા તો ગરીબ માણસ ગણાય. સાચેસાચ આ વેપારીઓ ધનૈશ્વર્યવાળા હશે કે આ બધુ કંબલ આપવી જ ન પડે એટલા સારુ ગોઠવી કાઢેલું તરકટ હશે? બિંબિસાર મહારાજાએ પોતાની ખાત્રી માટે જાતે જ ગોભદ્ર શેઠને ત્યાં જવાનો નિર્ણય કર્યો. ભદ્રા દેવીને પણ પોતાને ત્યાં નગરીના સ્વામી પધારે છે એ જાણી ઘણો આનંદ થયો. એણે મહારાજાના સ્વાગત માટે યોગ્ય તૈયારી કરી વાળી. એકસો જેટલા પોતાના રાજકુટુંબના સભ્યો, પાંચસો જેટલા અમાત્યો અને શહેરના બીજા અનેક પ્રતિષ્ઠિત નાગરિકો સાથે મગધપતિ બિંબિસાર ભદ્રા માતાને ત્યાં પધાર્યા. ભદ્રા દેવીએ પણ હવેલીને તેમજ રાજમાર્ગ શણગારવામાં કોઈ જાતની મણા નહોતી રાખી. બિંબિસાર ભલે રાજગૃહીના મહારાજા હોય અને એમની આજ્ઞાથી નગરીએ શૃંગાર સજયા હશે, પણ આજની સજાવટ જોતાં મહારાજાનો ઘણોખરો મદ ઓગળી ગયો. ધનસંપત્તિમાં તેમજ તેનો મુક્ત હસ્તે વ્યય કરવામાં આ નગરના શ્રેષ્ઠિઓ, મગધાધિપને પણ વટાવી જાય એ વિષે એમને મનમાં લેશમાત્ર શંકા ન રહી. રસ્તાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238