________________
૨૧૮
અર્પણ + ક્ષમાશ્રમણ બીજી સારી આંખ પણ ગુમાવવી પડશે, એવી ખાત્રી થતાં આ ઠગ વેપારીના મોતિયા મરી ગયા. એ ભરસભામાંથી ઊઠીને નાસવા જતો હતો, પણ એવો લાગ ન મળ્યો. બીજે દિવસે એણે રાજદરબારમાં આવવાનું કહ્યું. ધન્ના શેઠ પહેલેથી જ એની ઠગબાજી જાણતા હોવાથી એમણે એ વાત અમાન્ય કરી. આખરે જે ઠગ લાખ દોઢ લાખ સોનૈયા પડાવી લેવાની આશાથી આવ્યો હતો તેની પાસેથી ભારે રકમનો દંડ મેળવી છૂટો કર્યો.
ધન્ના શેઠની ન્યાયનિપુણતાની આ વાત જોતજોતામાં રાજગૃહીના સમસ્ત સ્ત્રી-પુરુષોમાં ફેલાઈ ગઈ. અભયકુમારને પણ બુદ્ધિકુશળતામાં આંટી દે એવો એક યુવાન શ્રેષ્ઠીકુમાર પોતાના શહેરમાં આવી ચડ્યો છે એમ જાણી નાગરિક માત્રનાં હૈયા પ્રફુલ્લિત બન્યાં. ગોભદ્ર શેઠે પણ પોતાની પુત્રી ધન્નાને પરણાવી એક જુદો જ મહેલ ધન્ના શેઠને સારુ બંધાવી દીધો. એટલામાં ધન્ના શેઠના માતાપિતા અને ભાઈઓ પણ અહીં આવી પહોંચ્યા.
ધન્નો જન્મથી જેવો દીન-કંગાળ હતો તેટલો જ આજે વૈભવશાલી છે, ઐશ્વર્ય જાણે કે આજે એના આંગણામાં આળોટે છે. રાજગૃહીનો એ મુકુટવિહોણો મહારાજા છે - મહારાજા કરતાંયે વિશેષ છે. એણે પ્રજાના અંતરમાં પોતાનું સિંહાસન સ્થાપ્યું છે. માત્ર બંદીજનો જેની સ્તુતિ કરતા હોય એવો એ રાજાધિરાજ નથી. આખી નગરી જેની યશગાથા ગાતાં ન થાકે એવી ખ્યાતિ એણે થોડા સમયમાં જ સંપાદન કરી છે, એક એકથી ચડે એવી સુભદ્રાદિ સહધર્મિણીઓ ધક્ષાના સુખ-દુ:ખની ભાગીદાર છે. ધન્ના શેઠ એક રીતે સંસારમાં વસવા છતાં સ્વર્ગનું સુખ માણી રહ્યા છે.
પણ એટલામાં જ ધaો શેઠનો પૂરો પરિચય નથી સમાઈ જતો. ધન્ના શેઠ કંચન અને કામિનીના ચમકાર કેટલા ક્ષણજીવી હોય છે તે જાણે છે. ભાગ્યની લીલા, માનવીને કેવા ભુલાવામાં નાખીને અટ્ટહાસ્ય કરતી આઘે જઈને ઊભી રહે છે તે સમજે છે, જ્યારે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org