________________
મેતાર્ય મુનિવર
થાય એમાં એમને મોટો ચક્રવર્તી, એક ભિક્ષુક પાસે દાન માગતો હોય એવી કંગાલિયત લાગી. પ્રાણ જાય તો પણ દીનતા ન દાખવવાનો એમણે નિશ્ચય કર્યો હતો.
નિર્દોષપણે આવી કારમી યાતના સહન કરવાની સુવર્ણ તક પોતાને સાંપડી છે એમ સમજી એમણે પોતાની વિચારધારા વધુ નિર્મળ બનાવી. પોતાની ઉપર જુલમ ગુજારનાર પ્રત્યે પણ એમણે કરુણાનો જ સ્રોત વહાવ્યો. તાપ જેમ જેમ વધુ ઉગ્ર બનતો ગયો તેમ તેમ માથા ફરતાં બંધનો પણ વધુ તંગ બનતાં લાગ્યાં અને મેતાર્ય મુનિવરના કરુણાભીના અંતરમાંથી ક્ષમા અને શાંતિની છોળો સમુદ્રનાં મોજાંની જેમ જ ઊછળી રહી. શોષ લેતાં ચામડાનાં બંધનો એટલી હદે તંગ બન્યાં કે મેતાર્યમુનિની બે આંખો બહાર નીકળી આવી. એક તો કઠણ તપશ્ચર્યા અને ટાઢ-તડકા-ભૂખ. તરસના પરિસહોને લીધે કાયા જીર્ણ બની ગઈ હતી, તેમાં આ રીબામણીએ એમની નસોને કાચા સુતરના તાંતણાની જેમ જ તોડી નાખી.
૨૦૯
નસો તૂટતી હતી તેમ મેતાર્ય મુનિનાં છેલ્લાં કર્મબંધનો પણ, એમની અનંત-અપાર-અસીમ શાંતિ અને આત્મરમણતાના પ્રતાપે, શિથિલ બનીને વિદીર્ણ થતાં ગયાં. મેતાર્ય મુનિ કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા.
જે ક્રૌંચ પક્ષી સોનાના જવને દાણા માની ગળી ગયું હતું તે પક્ષી પણ અચાનક મોટો ધડાકો સાંભળીને ચોંકી ઊઠ્યું. સહસા એની ચાંચમાં રહેલા જવ બહાર નીકળી પડ્યા.
સોનીને પોતાની ભૂલ અને ક્રૂરતા સમજાઈ. જે મુનિ ઉપર પોતે જીલ્મ ગુજાર્યો હતો તે કોઈ સામાન્ય સાધુ નહોતા, મેતાર્યમુનિ હતા એમ જણાતાં એની ચિંતા અને પશ્ચાત્તાપત્ની પણ કોઈ સીમા ન રહી. એણે અંતે ભ. મહાવીરના ચરણનો આશ્રય લીધો. તે પણ પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત કરીને યથાશક્તિ નિર્મળ બન્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org